અશ્લીલ પોસ્ટરોના કેસમાં પૂજા ભટ્ટને હાઈ ર્કોટે આપી રાહત

10 December, 2012 07:39 AM IST  | 

અશ્લીલ પોસ્ટરોના કેસમાં પૂજા ભટ્ટને હાઈ ર્કોટે આપી રાહત


જસ્ટિસ કે. યુ. ચાંદીવાલે કહ્યું હતું કે ‘સમાજનાં અશ્લીલતાનાં ધારાધોરણોમાં તફાવત હોઈ શકે છે. પોસ્ટરોનાં તમામ પાસાંઓને જોઈને ત્યાર બાદ જ કોઈ નિર્ણય લેવો જોઈએ.’

એક ઍક્ટિવિસ્ટે ફિલ્મ ‘રોગ’નાં પોસ્ટરોને બ્લુફિલ્મ સાથે સરખાવ્યાં હતાં. સાત વર્ષ પહેલાં બાંદરા મૅજિસ્ટ્રેટે આ મામલે ક્રિમિનલ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. હાઈ ર્કોટમાં પૂજા ભટ્ટના વકીલ સુબોધ દેસાઈએ દલીલ કરતાં કહ્યું હતું કે ફિલ્મનાં પોસ્ટરો સહિત તમામ પબ્લિસિટી મટીરિયલ્સને પબ્લિક સ્ક્રીનિંગ કમિટીએ મંજૂરી આપી હતી. હાઈ ર્કોટના આદેશ વિશે ટ્વિટર પર પ્રતિક્રિયા આપતાં પૂજા ભટ્ટે કહ્યું હતું કે ‘મારી ફિલ્મ ‘રોગ’ સામે ચાલતા અશ્લીલતાના કેસમાં હાઈ ર્કોટે મારી તરફેણમાં ચુકાદો આપતાં મને ઈશ્વરીય ન્યાય મળ્યાનો અનુભવ થઈ રહ્યો છે. મારી લડત આઠ વર્ષ સુધી ચાલી. જો બાકી લોકોની જેમ મેં પણ ર્કોટની બહાર સમાધાન કરી લીધું હોત તો આવા વધુ કેસો બન્યા હોત.’