✕

કિડનૅપ થયેલી ૪ મહિનાની માસૂમને ૧૦ કલાકમાં પોલીસે રેસ્ક્યુ કરી

13 November, 2026 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભંગારનું કામ કરનારી મહિલાને બાળકી સાથે પબ્લિક ટૉઇલેટ નજીકથી પકડી પાડી

પ્રતીકાત્મક તસવીર

થાણેના મા‌જિવડામાં ૭ નવેમ્બરે વહેલી સવારે પાંચથી ૭ વાગ્યા દરમ્યાન કિડનૅપ કરવામાં આવેલી ૪ મહિનાની બાળકીને પોલીસે ફક્ત ૧૦ જ કલાકમાં શોધી કાઢીને તેના પરિવારને પાછી સોંપીને ઉલ્લેખનીય કામગીરી બજાવી હતી. આ મામલે પોલીસે બાવન વર્ષની કમલ મોરેની ધરપકડ કરી છે જે પહેલાં ભંગાર વેચવાનું કામ કરતી હતી.

ઘટનાની વિગત મુજબ બાળકીના ૨૭ વર્ષના પપ્પા છોગાલાલ વાણિયાએ ૭ નવેમ્બરે પોતાની બાળકી કિડનૅપ થઈ ગઈ હોવાની ફરિયાદ ચિતલસર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ વારકડેએ વરિષ્ઠ અધિકારીઓને ઘટનાની માહિતી આપીને સઘન તપાસ શરૂ કરી હતી. બીજી બાજુ બાળકી કિડનૅપ થઈ હોવાના સમાચાર ફેલાતાં મા‌જિવડાના સ્થાનિકોમાં પણ ચિંતા હતી. જોકે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, ગુપ્ત બાતમીઓ તથા વિવિધ ટીમો દ્વારા જુદા-જુદા વિસ્તારમાં હાથ ધરેલી તપાસને પગલે આખરે બાળકી કિડનૅપર કમલ મોરે સાથે કલવાના સાયબાનગરના પબ્લિક ટૉઇલેટ પાસેથી મળી આવી હતી. પોલીસે બાળકીને તેના કુટુંબના હવાલે કરીને આરોપી કમલ મોરેની ધરપકડ કરી હતી.

mumbai news mumbai thane crime thane Crime News