થાણે જિલ્લામાં પોલીસે ૧.૧૮ કરોડ રૂપિયાની ચોરાયેલી ચીજો રિકવર કરી

06 November, 2025 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોના, ચાંદી, રોકડા તેમ જ મોબાઇલ સહિતની ચોરાયેલી વસ્તુઓ એમના મૂળ માલિકોને પાછી આપી

મંગળવારે થાણેમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નાગરિકોને તેમની ચોરાયેલી ચીજવસ્તુઓ પાછી આપવામાં આવી હતી.

થાણે જિલ્લામાં પોલીસે વિવિધ કિસ્સાઓમાં ચોરાયેલી કે છેતરપિંડીથી લઈ લેવામાં આવેલી ૧.૧૮ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ લોકોને મંગળવારે પરત કરી હતી.

થાણેના શહાપુરમાં આ માટે આયોજિત વિશેષ કાર્યક્રમ દરમ્યાન પોલીસે કહ્યું હતું કે તેમણે આવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી છે અને ચોરાયેલી સોના, ચાંદી, રોકડ, મોબાઇલ ફોન સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરીને નાગરિકોને પરત કરી છે. પોલીસે જણાવ્યું હતું કે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલની મદદથી પોલીસ દ્વારા ૨૧,૩૮,૦૭૭ રૂપિયાની કિંમતના ચોરાયેલા અથવા ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા.

mumbai news mumbai thane crime thane mumbai police