ફ્રેન્ડ્સને ઇમ્પ્રેસ કરવા ૧૦ બાઈક ચોરનારો દિંડોશી પોલીસની કસ્ટડીમાં

21 October, 2011 07:28 PM IST  | 

ફ્રેન્ડ્સને ઇમ્પ્રેસ કરવા ૧૦ બાઈક ચોરનારો દિંડોશી પોલીસની કસ્ટડીમાં



કાંદિવલી-વેસ્ટના મહાવીર નગરમાં રહેતા ૨૪ વર્ષના નીલેશ દિઘેની ગયા ગુરુવારે ધરપકડ કરીને પોલીસે ૧૨ બાઇક જપ્ત કરી હતી. આ બાઇક્સ વેસ્ટર્ન સબબ્ર્સમાંથી ચોરી કરવામાં આવી હતી.

દિંડોશી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિનાયક કાકડેએ મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને જણાવ્યું હતું કે ‘પોલીસની ટીમને એક સ્પેસિફિક માહિતી મળી હતી એના આધારે અમે પ્લાનિંગ કર્યું હતું. નીલેશ બાઇક વેચવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો ત્યારે અમે છટકું ગોઠવીને તેને ૧૩ ઑક્ટોબરના પકડી લીધો હતો. તેની પૂછપરછ દરમ્યાન તેણે આ વિસ્તારમાંથી ચોરેલી અન્ય બાઇકની વિગતો આપી હતી.’

નીલેશના પકડાવાથી દિંડોશીમાં બે અને બોરીવલીમાં છ, કસ્તુરબા માર્ગમાં એક અને સમતાનગર પોલીસ-સ્ટેશનમાં એક કેસ એમ દસ કેસ સૉલ્વ થયા છે. પાર્કિંગમાં રાખતી વખતે ઉતાવળમાં અમુક લોકો બાઇક પર જ ચાવી ભૂલી જતા હોય છે. આ બાઇક પર નજર જતાંની સાથે જ બાઇકનો માલિક ચાવી લેવા પાછો આવે એ પહેલાં નીલેશ તક મેળવીને એ બાઇક ડ્રાઇવ કરીને લઈ જતો. આ બાઇકથી તે તેના ફ્રેન્ડ્સને ઇમ્પ્રેસ કરતો હતો. તે બાઇકચોરી કરવા માટે એક્સપર્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.