મંત્રાલયની બહાર આત્મહત્યાની કોશિશ કરનારા યુગલને પોલીસે અટકાયતમાં લીધું

13 May, 2022 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુગલને મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશન લઈ જઈને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

રાજ્યના નાંદેડ જિલ્લાના એક યુગલે ગઈ કાલે દ​િક્ષણ મુંબઈમાં આવેલા મંત્રાલયની બહાર આત્મદાહ કરવાની કોશિશ કરી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

એક જાગૃત પોલીસે ગઈ કાલે બપોરે મંત્રાલયની બહાર પોતાની ઉપર કેરોસીન નાખી રહેલા રાજુ હુલગુડે અને તેની પત્નીની અટક કરી હતી એમ જણાવતાં અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે સતત વિનંતી કરવા છતાં નાંદેડના કૉન્ટ્રૅક્ટર રાજુ હુલગુડેને જાહેર બાંધકામ વિભાગ પાસેથી તેણે કરેલા રોડ બાંધકામના પૈસા મળ્યા ન હોવાથી તેણે આત્યંતિક પગલું ભર્યું હતું. યુગલને મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશન લઈ જઈને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે દંપતી વિરુદ્ધ એફઆઇઆર નોંધ્યો છે. 

mumbai mumbai news mantralaya