સીએસએમટી સ્ટેશન પર પણ ખૂલી પૉડ હોટેલ

03 July, 2022 11:04 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર આવી પહેલી હોટેલ શરૂ થઈ છે : એમાં સિંગલ, ડબલ તેમ જ પરિવાર માટે મોટા પૉડ ઉપલબ્ધ હોવા ઉપરાંત મોબાઇલ ચાર્જિંગ, લૉકર રૂમ, ડીલક્સ ટૉઇલેટ અને બાથરૂમ જેવી તમામ સુવિધાઓ છે

પ્રતીકાત્મક તસવીર

લાંબા અંતરનો પ્રવાસ કરનારા મુસાફરો માટે મુંબઈના સીએસએમટી સ્ટેશન પર પહેલી જુલાઈથી પૉડ હોટેલ શરૂ કરવામાં આવી છે. શહેરના રેલવે સ્ટેશન પર શરૂ કરવામાં આવેલી આ બીજી પૉડ હોટેલ છે. પ્રથમ પૉડ હોટેલ શહેરના મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર છે, જેને મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આ પૉડ હોટેલમાં એકલા મુસાફર માટે સિંગલ, યુગલ માટે ડબલ તેમ જ પરિવાર માટે મોટા પૉડ ઉપલબ્ધ છે. જોકે એમાં હજી વાઇ-ફાઇની સુવિધા શરૂ કરવામાં આવી નથી.  
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનની મુખ્ય લાઇન પર વેઇટિંગ રૂમની નજીક મુસાફરોને આરામદાયક અને સસ્તા રોકાણનો વિકલ્પ પૂરો પડવા માટે પૉડ ખોલવામાં આવ્યા છે. અહીં કુલ ૪૦ પૉડ છે. એમાંથી ૩૦ સિંગલ, ૬ ડબલ અને ચાર ફૅમિલી પૉડ છે. આ ઍરકન્ડિશન્ડ પૉડ હોટેલમાં મોબાઇલ ચાર્જિંગ, લૉકર રૂમ, ડીલક્સ ટૉઇલેટ અને બાથરૂમ જેવી આવશ્યક તમામ સુવિધાઓ છે. પૉડ્સનું બુકિંગ ઑનલાઇન, મોબાઇલ ઍપ દ્વારા કે પછી સ્ટેશનના રિસેપ્શન કાઉન્ટર પર પણ કરી શકાય છે એમ સેન્ટ્રલ રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે ‘મિડ-ડે’ને જણાવ્યું  હતું.

Mumbai mumbai news rajendra aklekar chhatrapati shivaji terminus