સ્ટુડન્ટ સાથેના સેક્સ-સ્કૅન્ડલવાળી શિક્ષિકાને જામીન મળી ગયા

23 July, 2025 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારા પ્રત્યેની ડીપ ફિલિંગનો જાણીજોઈને FIRમાં ઉલ્લેખ નહોતો કરાયો એવો દાવો શિ​ક્ષિકાએ તેની જામીન-અરજીમાં કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

મધ્ય મુંબઈની એક જાણીતી સ્કૂલના ૧૬ વર્ષના સ્ટુડન્ટ પર જાતીય અત્યાચાર કરવાના આરોપસર પકડાયેલી ૪૦ વર્ષની શિક્ષિકાના ગઈ કાલે કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. ગયા મહિનાથી તે જેલમાં હતી. તેની જામીન અરજી પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) કોર્ટનાં જસ્ટિસ સબિના મલિકે મજૂર રાખી હતી.

આરોપી શિક્ષિકાએ તેનાં વકીલ નીરજ યાદવ અને દીપા પુંજાણી દ્વારા કરેલી જામીન-અરજીમાં તેની સામેના આરોપો ફગાવી દેતાં કહ્યું હતું કે આ આખો કેસ તેની સામે ઉપજાવી કાઢેલો છે, કારણ કે ટીનેજરની મમ્મી ટીનેજર અને ટીચરની વચ્ચેની રિલેશનશિપના વિરુદ્ધમાં હતી. શિક્ષિકાએ એથી તેની અને ટીનેજર વચ્ચે થયેલી વાતચીતના અંશો પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. ટીનેજરના વાલીઓને પરિણીત શિ​ક્ષિકા અને તેમના દીકરા વચ્ચે ​રિલેશનશિપ છે એની જાણ હતી, પણ તેઓ એની ખિલાફ હતા. મારા પ્રત્યેની ડીપ ફિલિંગનો જાણીજોઈને FIRમાં ઉલ્લેખ નહોતો કરાયો એવો દાવો શિ​ક્ષિકાએ તેની જામીન-અરજીમાં કર્યો હતો.

પોલીસ-ફરિયાદમાં એવું કહેવાયું હતું કે ‘૨૦૨૩ના ડિસેમ્બરમાં આયોજિત કરાયેલા સ્કૂલના ઍન્યુઅલ ફંક્શન વખતે જે બેઠકો થતી હતી એમાં તે શિક્ષિકા ૧૬ વર્ષના ટીનેજર તરફ આકર્ષાઈ હતી. એ પછી ૨૦૨૪ના જાન્યુઆરીમાં તેણે પહેલી વાર ટીનેજર સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. એ પછી તે તેને અવારનવાર લક્ઝુરિયસ હોટેલમાં લઈ જતી હતી. તેને ડ્રિન્ક પણ પીવડાવતી હતી અને તેના પર જાતીય અત્યાચાર ગુજારતી હતી.’

mumbai Rape Case Protection of Children from Sexual Offences Act POCSO sexual crime crime news mumbai crime news Education news mumbai police mumbai news