LIVE:PM મોદીએ બિહારને આપી 33 હજાર કરોડની ભેટ

17 February, 2019 01:39 PM IST  |  પટના

LIVE:PM મોદીએ બિહારને આપી 33 હજાર કરોડની ભેટ

પીએમ મોદી આજે બિહારની મુલાકાતે છે. બિહારની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ 33 હજાર કરોડથી વધુની યોજનાની ભેટ આપી છે. વડાપ્રધાન મોદી વિશેષ વિમાન દ્વારા પટના એરપોર્ટ અને ત્યાંથી બરૌની પહોંચ્યા હતા. પીએમ મોદીએ સૌથી પહેલા બરૌની રિફાઈનરીનો વિસ્તાર કરવાની યોજનાનો શિલાન્યાસ કર્યા. બાદમાં એક એક કરીને બીજી યોજનાઓનું પણ ઉદઘાટન કર્યું.

સીએમ નીતિશકુમારનું નિવેદન

સભાને સંબોધન કરતા સીએમ નીતિશકુમારે કહ્યું કે બિહારની ઐતિહાસિક ભૂમિ પર તેઓ બિહારના લોકો અને સરકાર તરફથી પીએમ મોદીનું સ્વાગત કરું છું. બિહારની વસતી 12 કરોડ છે. અહીં મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ થાય તેવું સૌ ઈચ્છતા હતા. અમે પ્રયત્ન કર્યો અને પીએમ મોદીએ પણ હા પાડી. હવે આ સપનું સાચુ બનશે. તો બરૌનીમાં ફર્ટિલાઈઝર ફેક્ટરી ખોલવા માટે પણ પીએમ મોદીનો આભાર માન્યો

national news narendra modi