જ્યોત બનશે મશાલ

06 April, 2020 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યોત બનશે મશાલ

આ બાળકનો આશા સાથે ઝળહળતો ચહેરો

કોરાના-કેર જગતભરમાં છે, પણ સમહાઉ, ભારતમાં એનો ટેરર હજી સુધી અમેરિકા, ચીન, ઇટલી કે સ્પેન જેટલો નથી. સ્વાભાવિક રીતે એનું કારણ છે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યૉરનો ભારતનો અપ્રોચ. જોકે આવા સજ્જડ લૉકડાઉન વચ્ચે લોકોનું મૉરલ કઈ રીતે ઊંચું રાખવું એ શીખવું જોઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમને ફૉલો કરતા કરોડો લોકો પાસેથી.

ગઈ કાલે રાતે ૯ વાગ્યા બાદ બરાબર ૯ મિનિટ સુધી જગતને ભારતે એવો નજારો દેખાડ્યો કે જો કોરોનાને આંખો હોય તો એ ઊભી પૂંછડીએ ભાગે. હા, આ તો એક એક્સપ્રેશન માત્ર છે, પણ એટલું નક્કી છે કે આ અનિશ્ચિતતાના અંધકારમાં આવી જ રીતે આશાની જ્યોત જલાવતા રહીશું તો એ મશાલ બનીને ચોક્કસ ભવિષ્યનો માર્ગ દેખાડશે. બસ,આવું જ કહી રહ્યો છે વડા પ્રધાન મોદીનો  મક્કમ નિર્ધાર સાથેનો અને બોરીવલી વેસ્ટમાં રહેતા આ બાળકનો આશા સાથે ઝળહળતો ચહેરો. 

mumbai mumbai news coronavirus covid19 narendra modi