પ્લીઝ, આત્મહત્યા ન કરો

12 December, 2014 05:37 AM IST  | 

પ્લીઝ, આત્મહત્યા ન કરો


રાજ્યમાં પડેલા ભીષણ દુકાળ પ્રત્યે સરકાર હવે જાગી છે. દુકાળગ્રસ્ત મરાઠવાડા અને વિદર્ભના ખેડૂતોને રાહત આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૭૦૦૦ કરોડ રૂપિયાના પૅકેજની જાહેરાત કરી છે. આ સાથે જ વિદર્ભ અને મરાઠવાડાના ખેડૂતોના  છેલ્લા ત્રણ મહિનાનાં ખેતી માટે વપરાયેલી વીજળીનાં બિલો માફ કરવામાં આવ્યાં છે. વધુમાં જે ખેડૂતોએ વીજળીનાં ગેરકાયદે જોડાણો લીધાં છે એને નિયમિત કરવામાં આવશે. દુકાળનો સામનો કરવા રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે ૩૯૨૫ કરોડ રૂપિયાની મદદની માગણી કરી છે એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

અકાળે વરસાદ અને પાણીની ભીષણ અછતને લીધે રાજ્યમાં ફરી દુકાળનું સંકટ છવાયું છે. શિયાળુ અધિવેશનને પહેલે જ દિવસે કૉન્ગ્રેસ અને ફ્ઘ્ભ્ના વિધાનસભ્યોએ દુકાળ માટે પૅકેજ જાહેર કરવાની માગણી કરી હતી. આખરે ગઈ કાલે મુખ્ય પ્રધાને ૭૦૦૦ કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કર્યું છે. દુકાળ વિશે ચર્ચા કરતાં મુખ્ય પ્રધાને આગલી સરકારની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે ‘છેલ્લાં પાંચ વર્ષમાં આગલી સરકારે કુદરતી આપત્તિઓ પાછળ સરેરાશ ૧૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કયોર્ હતો, પરંતુ ખેતીના વિકાસ માટે માત્ર ૨૬૯૨ કરોડ રૂપિયાનો ખર્ચ કયોર્ હતો. એથી ખેતીનો વિકાસ થયો નહીં. કોઈ પણ પક્ષની સરકાર હોય, પરંતુ ખેડૂતોની આત્મહત્યા સરકાર માટે શરમજનક બાબત છે.’સરકારે ખેડૂતોને અનુરોધ કયોર્ હતો કે સરકાર તમને ટેકો આપશે, પરંતુ એ માટે સરકારને થોડા સમયની જરૂરિયાત છે. સરકારે ખેડૂતોને આત્મહત્યા ન કરવા અનુરોધ કયોર્ હતો.  આ ૭૦૦૦ કરોડ રૂપિયાના પૅકેજની ટીકા કરતાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું કે આ પૅકેજ માત્ર ૨૦૦૦ કરોડ રૂપિયાનું જ છે.

૭૦૦૦ કરોડ રૂપિયાના પૅકેજની વિગતો

આ પૅકેજને લીધે સરકાર ૯૧૫ કરોડ રૂપિયાનો વધારાનો બોજો ઉઠાવશે. દુકાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની લોનની પુનર્રચના કરવામાં આવશે.પાંચ લાખ ખેડૂતોેએ શાહુકાર પાસેથી લીધેલું કરજ માફ કરવામાં આવશે. રાજ્યના ખેડૂતોને શાહુકારોની ભીંસમાંથી મુક્ત કરવાનો સરકારનો નિર્ધાર છે. કૃષિ સંજીવની યોજનાની મુદત વધારીને ૨૦૧૫ની પાંચ માર્ચ કરવામાં આવી.ખેતીના વિકાસ માટે વધુ ૩૪,૫૦૦ કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવાની મુખ્ય પ્રધાનની હૈયાધારણ.ટપક સિંચાઈ માટે અનુદાન ફરી શરૂ કરવામાં આવશે. એ માટે સરકાર ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચશે. રાજ્યની ત્રણ નદીઓના જોડાણના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.