ખાડા પૂરવાનું કામ શરૂ

21 August, 2020 10:02 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

ખાડા પૂરવાનું કામ શરૂ

એમએમઆરડીએના અધિકારીઓના જણાવ્યા મુજબ રિપેરિંગનું કામ શરૂ થઈ ગયું છે. તસવીર : સમીર માર્કન્ડે

થાણેની મ્યુનિસિપલ હદમાંથી પસાર થતા ખાડાઓથી ભરાયેલા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના પટ્ટાની કથળેલી સ્થિતિને ઉજાગર કરતા ‘મિડ-ડે’ ઇંગ્લિશમાં પ્રસિદ્ધ થયેલા લેખની ગંભીર નોંધ લઈને એમએમઆરડીએએ માર્ગનું રિપેરિંગ શરૂ કરી દીધું છે.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘થાણે મ્યુનિસિપલની હદમાંથી પસાર થતા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના ખાડાનું સમારકામ કરવાની સૂચના આપવામાં આવી છે અને એ કાર્ય શરૂ કરી દેવાયું છે.’
એમએમઆરડીએ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ‘સતત પડી રહેલો વરસાદ રિપેરિંગની કામગીરી આડે અડચણરૂપ બની રહ્યો છે અને એક વખત વરસાદ વિરામ લે ત્યારે કામગીરી પૂરી થવાની અપેક્ષા છે.’
૧૮ ઑગસ્ટે ‘મિડ-ડે’એ હાઇવે પરના ખાડા વિશે લેખ લખ્યો હતો, જેમાં જણાવાયું હતું કે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના મુલુંડ ટોલ પ્લાઝા અને ઘોડબંદર રોડ જંક્શન વચ્ચેનો ખાડાથી ખદબદતો પટ્ટો મોટરચાલકોની સહનશીલતાની કસોટી કરનારો છે. આ માર્ગ પર જનારા મોટરચાલકોએ ફરિયાદ કરી હતી કે હાઇવે પર ચાલી રહેલા મેટ્રોના કાર્યના કારણે હાઇવેની એક લેન અગાઉથી જ બંધ છે અને સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જૅમ સર્જાતો હતો અને ઊબડખાબડ માર્ગોના કારણે તેમના માટે વાહન હંકારવું વધુ મુશ્કેલ બનતું હતું.

ranjeet jadhav mumbai mumbai news