દોસ્તો સાથે ફોન-સેક્સ એ પતિને આત્મહત્યા માટે પ્રેરિત કરવું ન ગણાય : હાઈ

26 December, 2018 11:52 AM IST  | 

દોસ્તો સાથે ફોન-સેક્સ એ પતિને આત્મહત્યા માટે પ્રેરિત કરવું ન ગણાય : હાઈ

મુંબઈ હાઈ કોર્ટ

થાણેના એક બૅન્કરે કરેલી આત્મહત્યાના કેસમાં મુંબઈ હાઈ કોર્ટે શુક્રવારે ચુકાદો આપતાં બૅન્કરની પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરવાની દોષી માનવાની ના પાડતાં કહ્યું હતું કે બૅન્કરની પત્ની તેના પતિના મિત્રો સાથે ફોન પર અશ્લીલ વાતો કરતી હતી માત્ર એ માટે તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાની દોષી ગણાવી શકાય નહીં. જો પતિની ચેતવણી છતાં મહિલા ફોન-સેક્સ ચાલુ રાખે અને પતિને એ સંદર્ભે બતાવતી રહે તો તેને ત્રાસ આપવાની કક્ષાએ ગણી આત્મહત્યા માટે પ્રેરિત કર્યાની દોષી ગણાવી શકાય.

આ બૅન્કરે ૨૦૧૫ના જુલાઈ મહિનામાં પોતાની જાતને આગ ચાંપીને આત્મહત્યા કરી હતી. પોલીસે મહિલા પર તેના પતિને ઉશ્કેરવાનો આરોપ મૂકીને કેસ નોંધ્યો હતો. પોલીસે પોતાની વાતના આધાર માટે કારણ આપ્યું હતું કે બૅન્કરને તેની પત્નીના મોબાઇલમાં એવા મેસેજ મળ્યા હતા જેમાં તેના દુબઈ અને મુંબઈમાં રહેનારા બે મિત્રો સાથે તે અશ્લીલ વાતો કરતી હતી. મહિલાએ અશ્લીલ વાતોના દાવાને સ્વીકાર્યો હતો, પરંતુ તેના વકીલે કહ્યું હતું કે મહિલા આ કામ ચોરીછૂપી કરતી હોવાથી એને ઉશ્કેરવું ન ગણાવી શકાય.

mumbai news national news bombay high court suicide