મુંબઈમાં પેટ્રોલના ભાવમાં લિટરદીઠ ૧.૨૭ રૂપિયાનો ઘટાડો

15 October, 2014 04:47 AM IST  | 

મુંબઈમાં પેટ્રોલના ભાવમાં લિટરદીઠ ૧.૨૭ રૂપિયાનો ઘટાડો




ઇન્ટરનૅશનલ માર્કેટમાં ઑઇલના રેટ્સમાં લિટરે એક રૂપિયાનો ઘટાડો થતાં લોકલ સેલ્સ ટૅક્સ અને વૅલ્યુ ઍડેડ ટૅક્સની ગણતરી પ્રમાણે દેશના મેટ્રો સિટીઝમાં પેટ્રોલની કિંમતોમાં સવા રૂપિયાનો સરેરાશ ઘટાડો થયો છે. દિલ્હીમાં ગયા વર્ષે જૂનમાં પેટ્રોલ લિટરે ૬૮.૫૮ રૂપિયે મળતું હતું એના કરતાં આજથી પેટ્રોલની પ્રાઇસ ૬૬.૬૫ રૂપિયા થઈ છે જે સૌથી ઓછી છે.

મેટ્રો સિટીઝમાં ગઈ કાલ સુધી અને આજથી પેટ્રોલની કિંમતો લિટરદીઠ રૂપિયામાં

મેટ્રો સિટી

ગઈ કાલ સુધી

આજથી

ઘટાડો

મુંબઈ

૭૫.૭૩

૭૪.૪૬

૧.૨૭

દિલ્હી

૬૭.૮૬

૬૬.૬૫

૧.૨૧

કલકત્તા

૭૫.૪૬

૭૪.૨૧

૧.૨૫

ચેન્નઈ

૭૦.૮૭

૬૯.૫૯

૧.૨૮


ચૂંટણીનાં પરિણામો બાદ ડીઝલમાં લિટરે અઢી રૂપિયાના ઘટાડાની શક્યતા

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આગામી રવવિારે જાહેર થઈ ગયા બાદ ચાર વર્ષમાં પહેલી વાર ડીઝલની કિંમતોમાં લિટરે અઢી રૂપિયાનો ઘટાડો જાહેર થવાની શક્યતા છે. ડીઝલની કિંમતોનું નિયંત્રણ કેન્દ્ર સરકારના હાથમાં છે, પરંતુ પેટ્રોલની કિંમતો સરકાર નક્કી નથી કરતી, પરંતુ આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ઑઇલ કંપનીઓ નિયંત્રિત કરે છે. ડીઝલની કિંમતોમાં ઘટાડાના પ્રશ્ને પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે યોગ્ય સમયે સરકાર યોગ્ય નિર્ણય લેશે.