મુંબઈમાં પેટ્રોલ ૯૬ની નજીક ને ડીઝલ ૮૬ પાર

16 February, 2021 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid Day Correspondent

મુંબઈમાં પેટ્રોલ ૯૬ની નજીક ને ડીઝલ ૮૬ પાર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં પેટ્રોલનો ભાવ આજે ફરી લિટર દીઠ ૨૧ પૈસા વધીને ૯૫.૪૬ રૂપિયા પહોંચી ગયો હતો, સાથે જ ડીઝલની કિંમત પણ ૮૬ રૂપિયા પાર પહોંચી ગઈ હતી. હાલમાં જ રાંધણગૅસના ભાવમાં સિલિન્ડર દીઠ ૫૦ રૂપિયાના વધારાએ ગૃહિણીઓના બજેટને ખોરવી નાખ્યું છે ત્યાં હવે

પેટ્રોલ-ડીઝલનો ભાવ આસમાનને આંબતાં મધ્યમ વર્ગની હાલત કફોડી થઈ ગઈ છે. ડીઝલના ભાવમાં વધારો થતાં ઓવરઑલ મોંઘવારી વધી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાય છે. પટ્રોલ અને ડીઝલનો જીએસટીના દાયરામાં સમાવેશ નથી કરાયો.

mumbai mumbai news