Coronavirus Outbreak: માતોશ્રીની બહાર ચા વેચતા ફેરિયાનો રીપોર્ટ પોઝેટિવ

07 April, 2020 12:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak: માતોશ્રીની બહાર ચા વેચતા ફેરિયાનો રીપોર્ટ પોઝેટિવ

મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે

મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેના બાંદ્રા સ્થિત ઘર 'માતોશ્રી' પાસે ચા વેચતા એક ફેરિયાનો કોરોના વાયરસ (COVID-19)નો રીપોર્ટ પોઝેટિવ આવતા વિસ્તારમાં ચિંતાનું વાતવારણ ઊભું થયું છે. લોકોને મુખ્ય પ્રધાન અને તેમના પરિવારની પણ ચિંતા થવા લાગી છે. ચા વાળા ફેરિયાને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. તેમજ તેના પરિવારના સભ્યોની પણ તપાસ ચાલુ છે. તે જે વિસ્તારમાં રહેતો હતો તેને સીલ કરવામાં આવ્યો છે અને સેનીટાઈઝેશનનું કામ ચાલુ છે. કહેવાય છે કે તે જે જે લોકોને મળ્યો હશે તેને પોણ ક્વોરન્ટાઈન કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કિસ્સાઓ સતત વધી રહ્યાં હોવાથી અહીં મોટા પ્રમાણમાં કોરોના વાયરસનું પરીક્ષણ થશે અને કેન્દ્ર સરકારે પણ મંજુરી આપી દીધી છે. તેમાં પણ ધારાવીમાં કોરોનાના કેસ આવ્યા બાદ પ્રશાસન વધારે સતર્કતા રાખી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં દેશમાં સૌથી વધુ 120 નવા કેસ આવ્યા છે. જેમાંથી ફક્ત મુંબઈમાંથી જ 68 અને પુણેમાંથી 41 કેસ નોંધાયા છે. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 868 એ પહોચી ગયો છે.

જ્યારે આખા દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 704 કેસ નોંધાયા છે અને 28 લોકો મૃત્યુ પામ્યા છે. આ અત્યાર સુધીની સૌથી મોટી વૃધ્ધિ છે. ભારતમાં કોરોનાના કુલ 4778 કન્ફર્મ કેસ નોંધાય છે. તેમાંતી 4267 એક્ટિવ છે અને 375 સાજા થઈ ગયા છે. તેમજ અત્યાર સુધીમાં 136 લોકોનું મૃત્યુ થયું છે.

coronavirus covid19 uddhav thackeray matoshree