ચાલુ ઑટોમાં સ્ટન્ટ બદલ સગીરની ધરપકડ

29 December, 2020 12:15 PM IST  |  Mumbai | Samiullah Khan

ચાલુ ઑટોમાં સ્ટન્ટ બદલ સગીરની ધરપકડ

સ્ટન્ટનો ફોટો અને વિડિયો

વ્યસ્ત રોડ પર ચાલુ રિક્ષામાં સ્ટન્ટ કરવા બદલ કાંદિવલી પોલીસે એક ૧૬ વર્ષના છોકરાની ધરપકડ કરી હતી.

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો વિડિયો જેમાં સવારે લગભગ ૧૦ વાગ્યાના સુમારે એક સગીર વયનો છોકરો ચાલતી રિક્ષામાં સ્ટન્ટ કરી રહેલો જોવા મળે છે જે કાંદિવલી પોલીસને મળ્યો હતો. પોલીસ અધિકારીએ તરત જ એક્શન લઈને રિક્ષાના નંબરની મદદથી સ્ટન્ટ કરી રહેલા છોકરા અને રિક્ષાના ડ્રાઇવર સામે આઇપીસીની વિવિધ કલમ હેઠળ બેદરકારી અને ખરાબ ડ્રાઇવિંગનો ગુનો નોંધ્યો હતો.

ડ્રાઇવરની ઓળખ કાંદિવલી પશ્ચિમમાં આવેલા ઇસ્લામનગરના રહેવાસી જસીમ હવાલદાર તરીકે કરાઈ હતી.  તપાસ દરમ્યાન જાણ થઈ હતી કે જસીમ વ્યાવસાયિક ડ્રાઇવર નહોતો પરંતુ માત્ર મોજ ખાતર વ્યસ્ત રસ્તા પર ઝીકઝેકમાં રિક્ષા ચલાવતો હતો, આ દરમ્યાન સગીર છોકરો સ્ટન્ટ કરીને રસ્તા પર ચાલતા લોકો સાથે ગેરવર્તન કરી રહ્યો હતો.  આરોપીને પકડીને તેની સામે આઇપીસીની કલમ ૨૭૯ અને ૩૩૬ હેઠળ ગુનો નોંધ્યો હોવાનું કાંદિવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

mumbai mumbai news kandivli samiullah khan