બહારગામ જનારાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ અપાઈ

18 December, 2020 06:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બહારગામ જનારાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ અપાઈ

પ્રતીકાત્મક તસવીર

લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરનાર મુસાફરોને પડતી હાડમારીને લક્ષમાં લઈ સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેએ તેમને મુંબઈની લોકલ ટ્રેનમાં સિંગલ સાઇડ મુસાફરી કરવાની છૂટ આપી છે.

સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેએ આ માટે સંયુક્ત રીતે મંજૂરી દર્શાવી પ્રેસ-રિલીઝ બહાર પાડી માહિતી આપી છે કે જે પ્રવાસીઓ લાંબા અંતરની ટ્રેન પકડવા માગતા હોય તેમની પાસે જો કન્ફર્મ ટિકિટ હશે તો તેમને એ ટ્રેન પકડવા બોર્ડિંગ સ્ટેશન સુધી જવા મુંબઈ લોકલની સિંગલ ટિકિટ મળી શકશે. મુલુંડમાં રહેતા કોઈને કચ્છ એક્સપ્રેસ પકડવી હોય તો તે એની કન્ફર્મ ટિકિટ બતાવી લોકલ ટ્રેનમાં દાદર કે મુંબઈ સેન્ટ્રલ સુધી સિંગલ પ્રવાસ કરી શકશે. તેને રિટર્ન ટિકિટ નહીં મળે. એ જ રીતે લાંબા અંતરની ટ્રેનમાં મુંબઈ આવેલા પૅસેન્જરને એ ટિકિટ બતાવી લોકલ ટ્રેનમાં તેના સ્ટેશન સુધી જવા સિંગલ જર્નીની  ટિકિટ મળી શકશે.

mumbai mumbai news mumbai local train central railway western railway