ફેબ્રુઆરીથી બેસ્ટની ટિકિટના દરમાં વધારો થશે

18 December, 2014 06:20 AM IST  | 

ફેબ્રુઆરીથી બેસ્ટની ટિકિટના દરમાં વધારો થશે




બેસ્ટની બસોમાં ફેબ્રુઆરી મહિનાથી પ્રવાસ મોંઘો થવાનો છે અને મિનિમમ ટિકિટનો દર હવે છ રૂપિયાને બદલે સાત રૂપિયા થશે. ગઈ કાલે મુંબઈ સુધરાઈની સ્થાયી સમિતિની બેઠકમાં આ દરવધારાને મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય એપ્રિલ મહિનાથી બીજો એક રૂપિયાનો વધારો પણ થવાનો છે.

લોકસભાની ચંૂટણી પહેલાં મુંબઈ સુધરાઈએ બેસ્ટ પ્રશાસનને ૧૫૦ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, પણ આ રૂપિયા નહીં મળતાં ટિકિટના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેસ્ટની સીઝન ટિકિટના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

કેટલું ભાડું વધશે?

જૂના દર

નવા દર

(રૂપિયા)

(રૂપિયા)

૧૦

૧૩

૧૨

૧૬

૧૫

૨૦

૧૮

૨૫

૨૦

૩૦

પાસના દરમાં કેટલો વધારો

પાસનો પ્રકાર

જૂના દર (રૂપિયા)

નવા દર (રૂપિયા)

સ્ટુડન્ટ પાસ

૧૨૪

૩૦૦

મૅજિક પાસ (નૉન AC)

૧૦૦૦

૧૨૦૦

મૅજિક પાસ (AC)

૩૦૦૦

૩૫૦૦