ઓમાઇક્રોનથી સાજા થઈ ગયા બાદ કમરના દુખાવાની દરદીઓની ફરિયાદ

11 January, 2022 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેરિઅન્ટની ઝપેટમાં આવીને સાજા થનારા ઘણા લોકોએ દિવસો સુધી કમજોરી અને શરીરમાં દુખાવો થતો હોવાનું જણાવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

ઓમાઇક્રોનનાં લક્ષણો હળવા હોવાનું કહેવાઈ રહ્યું છે, પણ વેરિઅન્ટની ઝપેટમાં આવીને સાજા થનારા ઘણા લોકોએ દિવસો સુધી કમજોરી અને શરીરમાં દુખાવો થતો હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત લોઅર બૅક-પેઇનની ફરિયાદો પણ ડૉક્ટર્સ પાસે આવી રહી છે.
જેજે હૉસ્પિટલના સિનિયર ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે ‘લોઅર બૅક-પેઇન કેટલીક વખત ઍન્ટિબાયોટિક્સ સહિતની દવાઓને કારણે ગૅસ્ટ્રાઇટિસથી થતું હોય છે. ઘણા કિસ્સામાં દરદીઓને અગાઉથી જ શરીરમાં દુખાવો રહેલો હોય છે, જે તીવ્ર સ્વરૂપ ધારણ કરે છે, પણ મોટા ભાગના દરદીઓ પાંચમા દિવસે સાજા થઈ જતા હોય છે અને તેમની આરટી-પીસીઆર ટેસ્ટ ત્યાં સુધીમાં નેગેટિવ આવતી હોય છે.’

Omicron Variant mumbai mumbai news