સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ કરવા આવેલા અધિકારીને ક્વોરેન્ટાઇ કર્યા

03 August, 2020 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ કરવા આવેલા અધિકારીને ક્વોરેન્ટાઇ કર્યા

આ કેસની તપાસ કરવા માટે પટનાથી મુંબઈ પહોંચેલા પટનાના એસપી વિનય તિવારીને (Vinay Tiwari) બીએમસીએ (BMC)ક્વોરન્ટાઇન કરી દીધા છે

સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) આત્મહત્યાનું કોકડું સતત ગુંચવાઇ રહ્યું છે. એક પછી એક તેમાં નવાં વળાંકો બહાર આવી રહ્યા છે. હવે આ કેસને લઇને બિહાર અને મહારાષ્ટ્ર પોલીસે (Bihar Maharashra Police) એકબીજા સાથે શિંગડા ભેરવ્યા છે. આ કેસની તપાસ કરવા માટે પટનાથી મુંબઈ પહોંચેલા પટનાના એસપી વિનય તિવારીને (Vinay Tiwari) બીએમસીએ (BMC)ક્વોરન્ટાઇન કરી દીધા છે. આ અંગે વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરાયો હતો. બિહાર પોલીસનો આક્ષેપ છે કે કે સુશાંત સિંહ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ મદદ કરી નથી. આ તરફ પટનાના સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ વિનય તિવારી, જે આ મામલાની તપાસ માટે મુંબઇ આવ્યા હતા, તેને બીએમસી અધિકારીઓ દ્વારા ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તે વિનય તિવારી રવિવારે મુંબઇ પહોંચ્યા હતા.તેઓ એરપોર્ટ પહોંચતાની સાથે બીએમસીના અધિકારીઓએ તેમને 14 દિવસ માટે ક્વોરન્ટીન કર્યા. બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ ટિ્‌વટ કર્યું છે કે આજે (2 ઓગસ્ટ) આઈપીએસ વિનય તિવારી સત્તાવાર ફરજ પર પટણાથી મુંબઇ પહોંચ્યા હતા, પરંતુ રવિવારે રાત્રે 11 વાગ્યે બીએમસીના અધિકારીઓએ તેમને બળજબરીથી કોરેન્ટેઇન કરી દીધા. તેમની વિનંતી છતાં તેમને આઈપીએસ મેસમાં રહેવાની સુવિધા આપવામાં આવી ન હતી.

તે ગોરેગાંવમાં એક ગેસ્ટ હાઉસમાં રોકાયા. આ મામલે સતત સીબીઆઈ તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે. પટનામાં સુશાંતના પરિવારે આપઘાત મામલે કેસ નોંધાવ્યો છે. જે બાદ આ મામલે બિહાર પોલીસ તપાસ કરી રહી છે.વિનય તિવારીએ મુંબઈ પહોંચ્યા પછી મીડિયાની વાતચીતમાં કહ્યું હતું કે અમારી ટીમ મુંબઇમાં સારું કામ કરી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. નિવેદનોનું વિશ્લેષણ કર્યા પછી જ પરિણામો પ્રાપ્ત થશે. જોકે, અમને હજી સુધી સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો નથી.

અહીં મુંબઈ પોલીસ કમિશનરે અભિનેતા સુશાંતની આત્મહત્યાના કેસમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી. તેમણે મુખ્યમંત્રી સાથે આ મામલે સંબંધિત અપડેટ્સ શેર કર્યા છે. આ સાથે મુંબઈમાં બિહાર પોલીસની હાજરી અને સોશિયલ મીડિયા પર અફવા અંગેની માહિતી આપવામાં આવી હતી.

bihar mumbai police brihanmumbai municipal corporation mumbai crime news