મુસાફરો ભાડાપત્રક ચોરી કરી લેતા હોવાની ટૅક્સી-ડ્રાઇવરોની ફરિયાદ

09 December, 2012 07:36 AM IST  | 

મુસાફરો ભાડાપત્રક ચોરી કરી લેતા હોવાની ટૅક્સી-ડ્રાઇવરોની ફરિયાદ




આ ફરિયાદ ભાડાની નહીં પરંતુ ડ્રાઇવર-સીટની પાછળ લગાડવામાં આવતા ભાડાપત્રકની ચોરીની છે. ટૅક્સીમાં થયેલા ભાડાïવધારા પછી ઇલેક્ટ્રૉનિક મીટર ન ધરાવતા ટૅક્સીવાળાઓને નવા ભાડાપત્રકની કૉપી તેમની સીટની પાછળ ચોંટાડવા માટે કહેવામાં આવ્યું હતું જેથી મુસાફરો એ જોઈ શકે. જોકે ડ્રાઇવરોની એવી ફરિયાદ છે કે મુસાફરો ઊતરતી વખતે આ ભાડાપત્રક ચોરી લે છે એટલે દર વખતે તેમણે ભાડાપત્રકની કૉપી ફરીથી લગાડવી પડે છે.

યુનિયનના હોદ્દેદારોને ડ્રાઇવરોએ આ વિશે ફરિયાદ પણ કરી છે. ભાડાપત્રકની ચોરી ન થાય એ માટે કેટલાક ડ્રાઇવરોએ એના પર ટેપનાં કેટલાંક પડ પણ ચડાવ્યાં છે. કેટલાક ડ્રાઇવરોએ તો કંટાળીને પોતાની ટૅક્સીમાં ઇલેક્ટ્રૉનિક મીટર પણ બેસાડી દીધાં છે તો કેટલાક પોતાની સાથે એની ફોટોકૉપી પણ રાખે છે. મુંબઈ ટૅક્સીમેન્સ યુનિયનના જનરલ સેક્રેટરી એ. એલ. ક્વૉડ્રોસે કહ્યું હતું કે ‘ઘણા ડ્રાઇવરોએ આ વિશે અમને

ફરિયાદો કરી હતી. જોકે મોટા ભાગના ટૅક્સી-ડ્રાઇવરોએ મીટર રીકૅલિબ્રેટ કરતાં આવા બનાવો હવે ઘટ્યા છે.’