કુર્લા બાદ હવે કાલબાદેવીમાં ઇમારત ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

30 June, 2022 06:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દુર્ઘટના રિપેરિંગ દરમિયાન બની હતી અને બિલ્ડિંગનો પશ્ચિમી ભાગ તૂટી પડ્યો હતો

અધિકારીઓએ તેને લેવલ-1ની ઘટના ગણાવી છે. તસવીર/અતુલ કાંબલે

મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં આજે બપોરે 3 વાગ્યાની આસપાસ ઈમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. જો કે હજુ સુધી કોઈ વ્યક્તિને ઈજા થઈ હોવાના સમાચાર નથી. ઈમારતનો જે ભાગ તૂટી પડ્યો તે લેવલ 1નો છે. આ ઘટના મકાન નંબર-339/341, બદામ વાડી, કાલબાદેવી રોડમાં બની છે.

દુર્ઘટના રિપેરિંગ દરમિયાન બની હતી અને બિલ્ડિંગનો પશ્ચિમી ભાગ તૂટી પડ્યો હતો. સ્થળ પર કામ જોઈ રહેલા એક જુનિયર એન્જિનિયરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બિલ્ડિંગનો એક ભાગ સમારકામ દરમિયાન તૂટી પડ્યો હતો. આ મહિનામાં મહાનગરમાં ઈમારત ધરાશાયી થવાની આ ચોથી મોટી ઘટના છે.

સોમવારે બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે 10 લોકોનાં મોત

ઉલ્લેખનીય છે કે સોમવારે મોડી રાત્રે મુંબઈમાં ચાર માળની રહેણાંક ઇમારત ધરાશાયી થતાં 10 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે નાઈક મ્યુનિસિપલ સોસાયટીમાં આવેલી ઈમારતનો એક ભાગ પડી ગયો હતો, જ્યારે અન્ય એક ભાગને પણ ખાલી કરાવવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને ઘાટકોપર અને સાયનની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જૂન મહિનામાં આ ઘટના કુલ ચાર ઇમારત ધરાશાયી

23 જૂનના રોજ, ચેમ્બુર વિસ્તારમાં બે માળના ઔદ્યોગિક માળખાનો એક ભાગ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 10 અન્ય ઘાયલ થયા હતા. 9 જૂનના રોજ ઉપનગરીય બાંદ્રામાં ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી થતાં એક 55 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 18 લોકો ઘાયલ થયા હતા.

mumbai mumbai news kalbadevi