બઈમાં તૈયાર થનારા પહેલા પાશ્વર્નાથ જૈન દેરાસર માટે ઐતિહાસિક ચડાવા

01 November, 2012 06:54 AM IST  | 

બઈમાં તૈયાર થનારા પહેલા પાશ્વર્નાથ જૈન દેરાસર માટે ઐતિહાસિક ચડાવા

આ શિખરબંધ આરસના જિનાલયની શિલાન્યાસ વિધિ પ. પૂ. યશોવર્મસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે કરવામાં આવી હતી. આ દેરાસર ૨૩૦૦ ફૂટનું બનશે. માત્ર ૧૨૦ દિવસમાં તૈયાર કરવા ઉપરાંત દેરાસરમાં વિશેષરૂપે વૈજ્ઞાનિક પદ્ધતિથી સોનાનું ફ્લોરિંગ પણ તૈયાર કરવામાં આવશે.

આ નવા દેરાસર વિશે વધુ માહિતી આપતાં પ. પૂ. યશોવર્મસૂરીશ્વરજી મ. સા.એ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘દેરાસરની ૧૦ ડિસેમ્બરે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. દેરાસરની ખાસ વિશેષતા એ છે કે એમાં સોનાથી રચેલું કાચનું ફ્લોરિંગ હશે જેને વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવશે. ગર્ભગૃહ, શૃંગારચૌકી, રંગમંડપ, કોડીમંડપ વગેરે કેટલીયે વસ્તુઓ ધરાવતું દેવ વિમાન જેવું દેરાસર બાંધવામાં આવી રહ્યું છે.’

- તસવીર : પ્રીતિ ખુમાણ