પરેલમાં ૩૦ વર્ષ જૂનું ઝાડ તૂટી પડવાથી ત્રણ વાહનોને નુકસાન, બે જણ જખમી

19 December, 2012 05:34 AM IST  | 

પરેલમાં ૩૦ વર્ષ જૂનું ઝાડ તૂટી પડવાથી ત્રણ વાહનોને નુકસાન, બે જણ જખમી

બનાવમાં ૩૦ વર્ષનો કેતન શાહ અને ૩૯ વર્ષનો પ્રશાંત કોપકર જખમી થયા હતા. ઝાડ પડવાથી કેતનને માથા પર ઈજા પહોંચી હતી એટલે એક માઇનર ઑપરેશન કરવું પડ્યું હતું જેમાં તેને ચાર ટાંકા આવ્યા હતા. જોકે ત્યાર બાદ તેને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, જ્યારે પ્રશાંતને મામૂલી ઈજા પહોંચી હોવા છતાં તેના એક્સ-રે વગેરે લઈને રિપોર્ટ નૉર્મલ આવતાં તેને રજા આપી દેવામાં આવી હતી.

કેઈએમ = કિંગ એડ્વર્ડ મેનોરિયલ