પરેલ રેલવે-સ્ટેશન પર પહેલું ટૉઇલેટ બનશે મહિલાઓ માટે

02 November, 2012 05:10 AM IST  | 

પરેલ રેલવે-સ્ટેશન પર પહેલું ટૉઇલેટ બનશે મહિલાઓ માટે



ગયા મહિને સંસદસભ્યોની બેઠકમાં એવો વિચાર મૂકવામાં આવ્યો હતો કે દરેક રેલવે-સ્ટેશન પર કમસે કમ એક ફ્રી ટૉઇલેટ મહિલાઓ માટે હોવું જોઈએ. આ ટૉઇલેટ એક એનજીઓ દ્વારા બાંધવામાં આવી રહ્યું છે અને એની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે.

દાદર અને પરેલ સ્ટેશન પર મહિલાઓ માટે ફ્રી ટૉઇલેટ ન હોવાથી બીજેપીનાં સંસદસભ્ય સ્મૃતિ ઈરાનીએ પરેલમાં એક વિદેશી સામાજિક સંસ્થાની મદદથી મહિલાઓ માટે ફ્રી ટૉઇલેટ બાંધી આપવાની તૈયારી બતાવી છે. આ રેલવે-સ્ટેશન પર ઊતરીને અનેક મહિલા પ્રવાસીઓ પરેલમાં આવેલી ઑફિસો, હૉસ્પિટલોમાં નોકરી માટે, ઉપચાર માટે કે અન્ય કામ માટે જતી હોય છે એથી ત્યાં પહેલાં આ ફ્રી ટૉઇલેટ બાંધવામાં આવશે. દાદરમાં આવું ફ્રી મહિલા ટૉઇલેટ સંસદસભ્યના ફન્ડમાંથી બાંધી આપવાની તૈયારી સંસદસભ્ય એકનાથ ગાયકવાડે બતાવી છે.