પરેલમાં મિત્રે છરો હુલાવીને મહિલાની હત્યા કરી

16 February, 2021 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid Day Correspondent

પરેલમાં મિત્રે છરો હુલાવીને મહિલાની હત્યા કરી

પ્રતીકાત્મક તસવીર

પરેલમાં રવિવારે ૩૭ વર્ષની એક મહિલાની છરો મારીને હત્યા કરવામાં આવી હતી. ગોવંડીમાં રહેતી કવિતા કાંબળેને રાજેશ કાળે નામના તેના મિત્રએ પેટમાં છરો માર્યો હતો એમ જણાવતાં પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે બંને પહેલાંથી એકમેકને ઓળખતાં હતાં. કવિતા કાંબળે કેઈએમ હૉસ્પિટલમાં હંગામી નર્સ તરીકે ફરજ બજાવતી હતી. રવિવારે તે હૉસ્પિટલ જઈ રહી હતી ત્યારે કાળેએ તેનો પીછો કરી તેને છરો હુલાવી દીધો હતો. જોકે લોકોએ કાળેને તરત પકડીને પોલીસને હવાલે કર્યો હતો. કાળે વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

mumbai mumbai news Crime News parel