પરમબીર સિંહને રાહત: તપાસ ચાલુ રાખે મહારાષ્ટ્ર પોલીસ, ચાર્જશીટ દાખલ ન કરે- SC

06 December, 2021 06:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર સરકારે CBI તપાસનો વિરોધ કર્યો છે અને મહારાષ્ટ્ર્ રાજ્ય માટે ડૉરિયસ ખંબાટાએ કહ્યું કે અમે અમારો જવાબ નોંધાવ્યો છે. કેસની તપાસ સીબીઆઇ પાસેથી ન થવી જોઈએ.

પરમબીર સિંહ (ફાઇલ ફોટો)

પરમબીર કેસમાં સુપ્રીમ કૉર્ટે સુનાવણી દરમિયાન SC તુષાર મેહતાએ સીબીઆઇનો પક્ષ મૂક્યો અને કહ્યું કે અમારી પાસે દલીલ મૂકવા માટે કંઇ નથી. તો આ મામલે પરમબીર તરફથી કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે એફિડેવિડ દાખલ કર્યું છે, ડીજીપી સંજય પાંડેએ પણ જવાબ નોંધાવ્યો છે, સીબીઆઇનો જવાબ આવ્યો નથી અમે તો માત્ર ચર્ચા માટે તૈયાર છીએ. તો મહારાષ્ટ્ર સરકારે CBI તપાસનો વિરોધ કર્યો છે અને મહારાષ્ટ્ર્ રાજ્ય માટે ડૉરિયસ ખંબાટાએ કહ્યું કે અમે અમારો જવાબ નોંધાવ્યો છે. કેસની તપાસ સીબીઆઇ પાસેથી ન થવી જોઈએ.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કૉર્ટે SG તુષાર મેહતાને કહ્યું કે તમે તમારું એફિડેવિડ રજૂ કરો. તમારો શું સ્ટેન્ડ છે. એફિડેવિડ પર પોતાનો સ્ટેન્ડ જણાવો. જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે પણ આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સંદેશ આપશે. સેવા વગેરેના આરોપો તમારે જોવાના છે. તમારે ફક્ત એ ચિંતા હોવી જોઈએ કે શું અન્ય કેસના સંબંધે CBIએ આ અંગે વિચાર કરવો જોઈએ કે નહીં.

તો મહારાષ્ટ્ર સરકાર તરફથી કૉર્ટમાં કહેવામાં આવ્યું કે અનેક મહિનાઓ સુધી તેમણે પોલીસ આયુક્ત તરીકે કાર્યભાર સંભાળ્યો અને તે બૉર્ડનો ભાગ હતા. જ્યારે તેમને લાગ્યું કે તેમના પર હુમલો થઈ રહ્યો છે. તેમણે પત્ર લખ્યો અને તેને મીડિયામાં લીક કરી દીધો. તે વ્હિસલ બ્લોઅર નથી.

જસ્ટિસ સંજય કિશન કૌલે સુનાવણી દરમિયાન કહ્યું કે તમારા વિવેક પ્રમાણે, ઑફિસમાં નિયુક્ત કર્યા પછી શું તેમને આ રીતે હટાવી શકાય છે? અમે માત્ર આ અંગે વિચાર કરવાનો છે કે શું અમારે આ મામલો CBIને સોંપવો જોઈએ. અમે દુર્ભાવનાના મુદ્દે નહીં પણ પૂર્વાગ્રહની શક્યતાના મુદ્દે છે. મહારાષ્ટ્ર સરકારની દલીલોથી અમને લાગે છે કે કોઈક અન્ય એજન્સીને આ મામલે વિચાર કરવો જોઈએ.

તો પરમબીર સિંહનો પક્ષ રજૂ કરતા પુનીતે કહ્યું કે પરમબીર દરેક તપાસમાં સામેલ થયા છે. પણ મહારાષ્ટ્ર પોલીસ તીખી હડબડી બતાવી રહી છે. મારી વિરુદ્ધ તેમના લોકો દ્વારા કેસ છે અને તેમની વિરુદ્ધ મેં કાર્યવાહી કરી હતી. તેમણે પરમબીર સિંહને સસ્પેન્ડ પણ કરી દીધા છે. 

સીબીઆઇએ મહારાષ્ટ્રના ડીજીપી સંજય પાંડેને બોલાવ્યા છે. પણ મહારાષ્ટ્ર સરકારે એક રિટ અરજી દાખલ કરતા કહ્યું કે તેમને બોલાવવામાં આવવા ન જોઈએ. તેઓ નથી ઇચ્છતા કે તેમના અધિકારીઓને બોલાવવામાં આવે.

દાખલ કરવી ચાર્જશીટ
જસ્ટિસ એસ.કે કૌલે કહ્યું કે તમે જાણો છો કે એક સામાન્ય મનુષ્ય કેવા સમયમાંથી પસાર થાય છે. હું માત્ર તે સંકેતોને જોઈ રહ્યો છું કે જે એક તરફથી બીજી તરફ જઈ રહ્યા છે. સુપ્રીમ કૉર્ટે આ મામલે ટિપ્પણી કરતા કહ્યું કે પ્રથમ દ્રષ્ટ્યા અમારો વિચાર છે કે મુંબઇના પૂર્વ પોલીસ આયુક્ત પરમબીર સિંહ વિરુદ્ધ તપાસ અન્ય એજન્સી દ્વારા થવી જોઇએ. મહારાષ્ટ્ર પોલીસ દ્વારા નહીં. સુપ્રીમ કૉર્ટે પરમબીર સિંહ વિરુદ્ધ નોંધાયેલી FIR પર મહારાષ્ટ્ર પોલીસે તપાસ જાળવી રાખવા કહી છે. પણ તે મામલે કૉર્ટમાં ચાર્જશીટ દાખલ નહીં કરવામાં આવશે.

તપાસ માટે તૈયાર સીબીઆઇ
સીબીઆઇ તરફથી સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કૉર્ટમાં કહ્યું કે જો સીબીઆઇને કેસ આપવામાં આવી શકે છે. તો તે તૈયાર છે. તો સુપ્રીમ કૉર્ટે સીબીઆઇને એક અઠવાડિયામાં એફિડેવિડ દાખલ કરવા કહ્યું છે કે શું તે આ કેસની તપાસ કરવા માટે તૈયાર છે. હવે આ મામલે આગામી સુનાવણી 11 જાન્યુઆરીના થવાની છે.

Mumbai mumbai news param bir singh