પનવેલના વેપારી સાથે મોબાઇલ એક્સપોર્ટમાં કમાણીના નામે ૨.૭૫ કરોડ રૂપિયાની છેતરપિંડી

14 November, 2025 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પનવેલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

પનવેલના એક ટ્રેડરને ૪ ગઠિયાઓએ વધારે કમાણીની લાલચ આપીને છેતર્યો હતો. ગઠિયાઓએ વેપારીને તેના નામે મોબાઇલ ફોન એક્સપોર્ટ કરવામાં મોટો ફાયદો થઈ શકે એવું કહીને રોકાણ કરવા જણાવ્યું હતું. એથી વેપારીએ તેમના પર વિશ્વાસ કરીને ૨.૭૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણ તેમણે ગયા વર્ષના ઑગસ્ટ મહિનાથી કર્યું હતું. જોકે એ પછી ઘણી વાર ડિમાન્ડ કરવા છતાં એ લોકોએ મોબાઇલ એક્સપોર્ટ કર્યા હોવાનું બતાવ્યું નહોતું અને તેમના પૈસા પણ પાછા આપ્યા નહોતા. એથી એ પૈસા પાછા મેળવવાના બધા જ પ્રયાસો વ્યર્થ જતાં તેમણે પનવેલ સિટી પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ મૂળ રાજસ્થાનના હોવાનું તેણે પોતાની ફરિયાદમાં લખાવ્યું હતું. પનવેલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. 

mumbai news mumbai panvel maharashtra news Crime News mumbai crime news mumbai police