શહીદ થયેલા મેજર અનુજ સૂદની પોસ્ટિંગ લૉકડાઉન ન હોત તો કદાચ બીજે હોત

04 May, 2020 07:55 AM IST  |  Mumbai | Diwakar Sharma

શહીદ થયેલા મેજર અનુજ સૂદની પોસ્ટિંગ લૉકડાઉન ન હોત તો કદાચ બીજે હોત

મેજર અનુજ સૂદ અને પરિવાર સાથે

કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મેજર ૩૧ વર્ષના અનુજ સૂદનું પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાંથી બહાર થવાનું હતું, પણ લૉકડાઉન આવ્યું એટલે એ થઈ ન શક્યું. મેજર સૂદ પત્ની આકૃતિ સિંહ સાથે પુણેમાં રહેતા હતા.

તેમની પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં થઈ હતી એમ ‘મિડ-ડે’ સાથે ફોન પર વાત કરતાં આકૃતિએ કહ્યું કે ‘છેલ્લે હું તેમને ૩૦ નવેમ્બરે મળી હતી. મેજર સૂદને નવી પોસ્ટિંગ મળવાનું હોવાથી ફ્રેન્ચ કંપનીમાં એચઆર તરીકે નોકરી કરતી આકૃતિ ૧૭ માર્ચે તેની નોકરી છોડીને તેના પિતા સાથે ધરમશાલા આવી ગઈ હતી. જોકે લૉકડાઉનને કારણે મેજર સૂદની નવી પોસ્ટિંગ પાછળ ઠેલાઈ હતી. બન્નેનાં લગ્ન ૨૦૧૭ની ૨૯ સપ્ટેમ્બરે થયાં હતાં અને લગ્ન બાદ મેજર સૂદ જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ થતાં ત્યાં રવાના થયા હતા.

diwakar sharma jammu and kashmir mumbai news terror attack