પાલઘર મૉબ લિન્ચિંગ દુર્ઘટના: કેન્દ્ર સરકારે માંગ્યો જવાબ

20 April, 2020 04:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાલઘર મૉબ લિન્ચિંગ દુર્ઘટના: કેન્દ્ર સરકારે માંગ્યો જવાબ

અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે (ફાઈલ તસવીર)

પાલઘર મૉબ લિન્ચિંગની ઘટનામાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્ર સરકાર પાસેથી રીપોર્ટ માંગ્યો છે. આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરીને આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનું કહ્યું હતું. જ્યારે બીજી બાજુ 'અખિલ ભારતીય અખાડા પરિષદ'ના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીએ રાજ્ય સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની ધમકી આપી છે. તો હનુમાગઢીના પુજારી રાજૂ દાસ હડતાલ પર ઉતરી આવ્યા છે. તે સિવાય પોલીસ આ ઘટનાના સંબંધમાં બે પોલીસોને સસપેન્ડ કરી દીધા છે.

પાલઘરની ઘટના બાબતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે અને આ બાબતે વિસ્તારમાં રીપોર્ટ મંગાવ્યો છે.

જ્યારે યોગી આદિત્યાનથે રવિવારે રાત્રે ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી હતી. આ બાબતની માહિતિ આપતા તેમણે લખ્યું હતું કે, જુના અખાડાના સંતો સુશીલ ગિરિ મહારાજ, ચિકને મહારાજ કલ્પવરૂક્ષગિરી અને ડ્રાઇવર નીલેશ તેલગાડેની હત્યાના સંબંધમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન સાથે વાત થઈ છે. ઘટનાના આરોપીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેનો આગ્રહ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સુરત જઈ રહેલા સાધુઓનું પાલઘરમાં મૉબ લિન્ચિંગ, 110 લોકોની ધરપકડ

મુખ્ય પ્રધાન ઠાકરેએ કહ્યું હતું કે, અમે બે પોલીસ અધિકારીઓને સસપેન્ડ કરી દીધા છે અને આ ઘટનાની તપાસ માટે ક્રાઈમ ઈનવેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADG) અતુલચંદ્ર કુલકર્ણીની નિમણૂક કરી છે. આ ઘટનામાં કશું જ સાંપ્રદાયિક નથી. સવારે  અમિત શાહ સાથે વાતચીત થઈ છે.

પાલઘરના અસિસટન્ટ પોલીસનું કહેવું છે કે, આ ઘટનાને પગલે કાસા પોલીસ સ્ટેશનના બે પોલીસોને સસપેન્ડ કરવામાં આવ્યા છે. બીજી બાજુ અયોધ્યાના હનુમાગઢીના પુજારી રાજૂ દાસ હડતાળ પર ઉતરી ગયા છે અને ઘટનાના આરોપીઓને ફાંસી આપવાની માગણી કરી છે. તેમજ કેન્દ્ર સરકાર પાસે આરોપીઓની સાથે ઘટના સમયે હાજર પોલીસ કર્મચારીઓ પર હત્યાનો ગુનો દાખલ કરવાની માગણી કરી છે.

રવિવારે 'અખિલ ભારતીય અખાડા પરિષદ'ના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીએ આ ઘટનાની નિંદા કરી હતી અને ચેતવણી આપી હતી કે જો આરોપીઓ વિરુધ્ધ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો મહારાષ્ટ્ર સરકાર વિરુધ્ધ આંદોલન કરવામાં આવશે. તેમજ લૉકડાઉન બાદ સાધૂઓની સેના મહારષ્ટ્રમાં કૂચ કરશે.

બીજી બાજુ મહારાષ્ટ્રના ભૂતપુર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ સાધુઓની હત્યાનું દુ:ખ વ્યક્ત કર્યું છે અને તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.

maharashtra palghar uddhav thackeray amit shah yogi adityanath devendra fadnavis