પદ્મશ્રી જસવંતીબહેન પોપટ નારી સશક્તીકરણનું આદર્શ ઉદાહરણ : મનોજ કોટક

28 January, 2021 10:22 AM IST  |  Mumbai | Mumbai correspondent

પદ્મશ્રી જસવંતીબહેન પોપટ નારી સશક્તીકરણનું આદર્શ ઉદાહરણ : મનોજ કોટક

પદ્મશ્રી જસવંતીબહેન પોપટ નારી સશક્તીકરણનું આદર્શ ઉદાહરણ : મનોજ કોટક

પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જ્ત પાપડનાં સહ-સંસ્થાપક જસવંતીબહેન પોપટને કેન્દ્ર સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યાં હોવાથી ઇશાન મુંબઈના સંસદસભ્ય મનોજ કોટકે ગઈ કાલે તેમને મળીને અભિનંદન આપ્યા હતા તેમ જ તેમને સ્વસ્થ દીર્ઘાયુની શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે બીજેપીના સંસદસભ્યે કહ્યું હતું કે ‘૮૦થી વધુ શાખાઓ સાથે વર્ષે ૮૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતાં શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડની શરૂઆત ફક્ત ૮૦ રૂપિયાથી કરનાર જસવંતીબહેન નારી સશક્તીકરણનું આદર્શ ઉદાહરણ છે. માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ યોગ્ય વ્યક્તિનું સન્માન થયું એનો અધિક આનંદ છે.

mumbai mumbai news