ઑક્સફર્ડની વૅક્સિનની ટ્રાયલ : નાયર હૉસ્પિટલનો ટાર્ગેટ વધારાયો

03 November, 2020 12:09 PM IST  |  Mumbai | Arita Sarkar

ઑક્સફર્ડની વૅક્સિનની ટ્રાયલ : નાયર હૉસ્પિટલનો ટાર્ગેટ વધારાયો

પ્રતીકાત્મક તસવીર

ઓક્સફોર્ડની રસીનું પરીક્ષણ ચાલી રહ્યું છે તે બંને હોસ્પિટલો કેઇએમ અને નાયર હોસ્પિટલે પ્રથમ તબક્કાનું પરીક્ષણ પૂર્ણ કર્યું છે તથા હવે તે બીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરશે.
બંને હોસ્પિટલોએ લક્ષ્યાંકમાં વધારો માંગતા આઈસીએમઆર દ્વારા નાયર હોસ્પિટલના ટાર્ગેટમાં ૪૮ જણાનો વધારો કર્યો છે.
ગયા મહિનાના અંતમાં દરેક હોસ્પિટલોએ તેમના વર્તમાન ૧00 સહભાગીઓના ક્વોટામાં વધુ સહભાગીઓ ઉમેરવા માટે આઇસીએમઆર સમક્ષ રજૂઆત કરી હતી.
નાયર હોસ્પિટલના ડીન ડો.રમેશ ભારમલે કહ્યું હતું કે, એઈમ્સમાં ટેસ્ટ માટેના કેન્ડિડેટ ઓછા હોવાથી અમે આઈસીએમઆર પાસે વધુ કેન્ડિડેટને ઉમેરવાની મંજૂરી માંગી હતી જે આપવામાં આવી હતી. અમે બધા કેન્ડિડેટને પ્રથમ ડોઝ આપ્યો છે અને બીજો રાઉન્ડ ગયા અઠવાડિયે શરૂ કર્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અત્યાર સુધીમાં ૧૨-૧૫ કેન્ડિડેટને બીજો ડોઝ આપવામાં આવ્યો છે અને કોઇને સાઇડ ઇફેક્ટ થઈ નથી.
કેટલાક કેન્ડિડેટે તાવ અને શરીરના દુખાવાની ફરિયાદ કરી હતી, જે માટે તેમને પેરાસીટામોલ આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ટ્રાયલ સારી રીતે ચાલી રહી છે અને કોઈને પણ મોટી તકલીફ થઈ નહોતી.

arita sarkar mumbai mumbai news coronavirus covid19