મુલુંડમાં ઘરફોડી : ફ્લૅટનાં તાળાં તોડીને સોનાનાં ઘરેણાં સહિત બે લાખ રૂપિયાથી વધુની લૂંટ

28 July, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડ-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલી મહાવીર શિખર સોસાયટીના બીજા માળે આવેલા ફ્લેટમાં ચોરી થઇ

જે ઘરમાં ચોરી થઇ હતી તે

મુલુંડ-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલી મહાવીર શિખર સોસાયટીના બીજા માળે શુક્રવારે સાંજે ૭.૩૦થી ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યાની વચ્ચે પરેશ ઠક્કરના ફ્લૅટનાં તાળાં તોડીને સોનાનાં ઘરેણાં અને રોકડ સહિત બે લાખ રૂપિયાથી વધુની ચોરી થતાં આ વિસ્તારના રહેવાસીઓમાં ખળભળાટ મચી ગયો હતો. 

આ ઘરફોડીની માહિતી આપતાં પરેશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પત્ની પલ્લવી ઘણાં વર્ષોથી અમારા ફ્લૅટમાં ક્લાસિસ ચલાવે છે. અમે બન્ને એક વર્ષથી મુલુંડ-વેસ્ટના નેતાજી સુભાષ રોડ પર રહેવા ગયાં છીએ, પરંતુ મહાવીર શિખર સોસાયટીના ફ્લૅટથી અમે સમૃ‌દ્ધ બન્યા છીએ એટલે અમે આ ફ્લૅટને લકી ગણીએ છીએ. એને કારણે અમે બીજે રહેવા ગયા હોવા છતાં અમારા જૂના ફ્લૅટમાં સોનાનાં ઘરેણાં અને નવી નોટોનાં બંડલો લૉકરમાં રાખ્યાં છે. અમે આ ફ્લૅટમાં ફક્ત ક્લાસિસ માટે દિવસે આવીએ છીએ. રાતે સૂવા માટે અમે નવા ફ્લૅટમાં જઈએ છીએ.’

ગઈ કાલના બનાવની માહિતી આપતાં પરેશ ઠક્કરે કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે ૭.૩૦ વાગ્યે પલ્લવી તેના કલાસિસ પૂરા થયા પછી ફ્લૅટને લૉક કરીને નવા ફ્લૅટ પર આવી ગઈ હતી. જોકે ગઈ કાલે સવારે પલ્લવીના સ્ટુડન્ટ્સ ક્લાસમાં આવ્યા ત્યારે તેમણે અમારા ફ્લૅટનો દરવાજો ખુલ્લો જોયો હતો. આથી તેમણે બાજુમાં જ રહેતી મારી સાળી પ્રીતિને આ બાબતની જાણ કરી હતી. પ્રીતિએ પલ્લવીને ફોન કરીને જાણકારી આપતાં અમે દોડીને ફ્લૅટ પર પહોંચ્યાં હતાં. ત્યાં જઈને જોયું તો અમારા મેઇન ગેટનો નકૂચો કપાયેલો હતો અને તાળું ચોરાઈ ગયું હતું. અમને કંઈ અણબનાવ બન્યાની ગંધ આવી ગઈ હતી. અમે રૂમની અંદર ગયા તો અમારા કબાટના લૉકરને પણ તોડીને એની અંદરના લૉકરમાંથી ૧,૫૮,૦૦૦ રૂપિયાની રોકડ અને ૪૫,૦૦૦ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં ચોરાયાં હોવાનું જાણવા મળ્યું હતું. તરત જ અમે મુલુંડ પોલીસને આ ઘરફોડીની ફરિયાદ કરી હતી. જે રીતે ચોરી થઈ છે એ જોતાં આ ઘરફોડી કોઈ જાણભેદુએ કરી હોવાની અમને શંકા છે.’


પરેલના નરે પાર્કમાં આ વર્ષે અયોધ્યાના રામ મંદિરની થીમ

પરળચા રાજાના નામે ખ્યાતનામ પરેલના નરે પાર્કના ગણપતિબાપ્પાની પધરામણી આ વર્ષે અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિમાં મર્યાદા પુરુષોત્તમ રાજારામના સ્વરૂપમાં કરવામાં આવશે. મંડળનું આ ૭૯મું વર્ષ છે.

mumbai crime news Crime News mumbai police mulund mumbai crime branch