ગણેશોત્સવમાં મુંબઈની સુરક્ષા માટે ૧૬,૮૦૦થી વધુ પોલીસ તહેનાત

14 September, 2026 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં સિનિયર અધિકારીઓ અને ક્વિક રિસ્પૉન્સ ટીમો સહિત ૧૬,૮૦૦થી વધુ પોલીસોને તહેનાત કરવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

૧૪ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર સુધી ચાલનારા ૧૨ દિવસના ગણેશોત્સવ દરમ્યાન મુંબઈમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક સુરક્ષા-વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મુંબઈમાં સિનિયર અધિકારીઓ અને ક્વિક રિસ્પૉન્સ ટીમો સહિત ૧૬,૮૦૦થી વધુ પોલીસોને તહેનાત કરવામાં આવ્યા છે.

સુરક્ષા-વ્યવસ્થાના ભાગરૂપે ૭ ઍડિશનલ કમિશનર, ૩૭ ડેપ્યુટી કમિશનર (DCP), બાવન અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) અને ૨૬૫૦ અન્ય પોલીસ-ઑફિસરો સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.

મુંબઈ પોલીસ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF), ક્વિક રિસ્પૉન્સ ટીમ્સ (QRT), રાયટ કન્ટ્રોલ પોલીસ અને હોમગાર્ડ્સના જવાનોને મહત્ત્વપૂર્ણ સ્થળોએ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે.
ઉત્સવ દરમ્યાન લાખો ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને પ્રખ્યાત ગણેશ પંડાલો, રેલવે-સ્ટેશનો અને દરિયાકાંઠાનાં વિસર્જન-સ્થળો પર કડક મૉનિટરિંગ કરવામાં આવશે.

mumbai news mumbai mumbai police ganesh chaturthi