મરાઠા ક્વોટાનો વિરોધ રાજકારણથી પ્રેરિત: અશોક ચવાણ

25 December, 2020 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મરાઠા ક્વોટાનો વિરોધ રાજકારણથી પ્રેરિત: અશોક ચવાણ

ફાઈલ તસવીર

મહારાષ્ટ્રના પીડબ્લુડી પ્રધાન અશોક ચવાણે ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મરાઠા ઉમેદવારોને ઈડબ્લ્યુએસ ક્વોટાનો લાભ મેળવવાની અપાયેલી છૂટનો થઈ રહેલો વિરોધ માત્ર રાજકારણ છે.

રાજ્ય કૅબિનેટે બુધવારે લીધેલા નિર્ણયમાં મરાઠા સમુદાયને આર્થિક રીતે નબળા વર્ગો (ઇકૉનૉમિકલી વીકર સેક્શન – ઈડબ્લ્યુએસ) માટેના ક્વોટા હેઠળ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરી માટે અરજી કરવાની પરવાનગી આપી હતી. કોઈ સામાજિક અનામત હેઠળ આવરી ન લેવાયેલા હોય એવા લોકો માટે ૧૦ ટકા ઈડબ્લ્યુએસ ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.

અનામત વિશે લેવાયેલા નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. એ કેવળ વિરોધ કરવા માટેનું રાજકારણ છે તેમ તેમણે જણાવ્યું હતું.

mumbai mumbai news ashok chavan