ઑપેરા હાઉસના બ્લાસ્ટમાં પતિ ગુમાવનારી દહિસરની મહિલાને સ્કૂલમાં મળી નોકરી

30 September, 2011 08:39 PM IST  | 

ઑપેરા હાઉસના બ્લાસ્ટમાં પતિ ગુમાવનારી દહિસરની મહિલાને સ્કૂલમાં મળી નોકરી

 

સંસદસભ્ય સંજય નિરુપમના પ્રયાસથી શેઠ એમ. કે. હાઈ સ્કૂલમાં અકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવશે : બન્ને છોકરાઓને રુસ્તમજી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ફ્રી એજ્યુકેશન મળશે

પતિના ગયા પછી પહેલી વાર ઘર ચલાવવા માટે સારિકા થોડા વખતમાં જ સ્કૂલમાં કામ કરવાનું શરૂ કરી દેશે એમ તેમણે જણાવ્યું હતું. મુંબઈમાં બ્લાસ્ટનો સિલસિલો થમવાનું નામ ન લેતો હોવાથી સરકારે બ્લાસ્ટને કારણે જે પરિવારો તેમના ઘરની વ્યક્તિ ગુમાવી ચૂક્યા છે એને માટે નોકરીની કોઈ પૉલિસી બનાવવી જોઈએ એવું આ પરિવારોનું કહેવું છે.

બ્લાસ્ટમાં સુનીલકુમારનું મૃત્યુ થયા બાદ તેની પત્નીને મદદ કરવા માટે નૉર્થ મુંબઈના સંસદસભ્ય સંજય નિરુપમે પ્રૉમિસ આપ્યું હતું. બોરીવલી-વેસ્ટમાં આવેલી એમ. કે. હાઈ સ્કૂલમાં રવિવારે સાંજના છ વાગ્યે સંજય નિરુપમે સારિકા જૈનન બોરીવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત શેઠ એમ. કે. હાઈ સ્કૂલમાં અકાઉન્ટન્ટ તરીકે નોકરીનો અપૉઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો. આ ઉપરાંત સારિકા જૈનનાં બે બાળકોમાં નવ વર્ષનો સમ્યક અને બે વર્ષનો સર્વજ્ઞ છે જે રુસ્તમજી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણે છે તેમને ફ્રી એજ્યુકેશન પ્રોવાઇડ કરવાની સ્કૂલના મૅનેજમેન્ટને વિનંતી કરી હતી. સ્કૂલ મૅનેજમેન્ટે એ માન્ય રાખી છે એમ સારિકા જૈને જણાવ્યું હતું.

ફંક્શનમાં સંજય નિરુપમે કહ્યું હતું કે ‘આવા ડિઝાસ્ટરનો ભોગ બનેલી વ્યક્તિને રાહત અને પુનર્વસન માટે રોકડ સહાય આપવા સિવાય કોઈ નિãત નીતિ ઘડવામાં આવી નથી.’

સારિકાએ ઇકૉનૉમિક્સમાં માસ્ટર્સ કર્યું છે, પણ તે ક્યારેય ઘરની બહાર નીકળી નહોતી. હવે તેની નવી દુનિયા શરૂ થશે. તેને શેઠ એમ. કે. હાઈ સ્કૂલમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરવાનું રહેશે. સારિકા જૈને મિડ-ડે ન્ંણૂીર્શ્રને જણાવ્યું હતું કે ‘મને મારા છોકરાઓની ચિંતા થઈ રહી છે, કારણ કે અમારા ઘરનું ગુજરાન મારા હસબન્ડની કમાણીથી જ થતું હતું. મારે ક્યારેય ઘરની બહાર જવું પડતું નહોતું. તેઓ જ બધું મૅનેજ કરી લેતા હતા. ઘર ચલાવવા માટે મારે હવે ઘરની બહાર નીકળવું પડશે અને મારાં બાળકોની વધુ સારી રીતે સારસંભાળ રાખવી પડશે. આ ઉપરાંત મારાં સાસુ-સસરા બન્નેને પૅરૅલિસિસનો અટૅક આવ્યો હોવાથી તેમની દવાઓ અને તબિયતનું ધ્યાન પણ મારે જ રાખવું પડશે.’

જોકે પરિવારના લોકોના કહેવા મુજબ રાજ્ય સરકાર પાંચ લાખ રૂપિયા વળતર રૂપે આપવાની છે, પરંતુ એ કેટલો વખત ચાલશે? રાજ્ય સરકારે પરિવારના સદસ્યને નોકરી આપવાનું વિચારવું જોઈએ એમ તેમનું કહેવું છે. એ વિશે તેમના ભાઈ વૈભવ જૈને કહ્યું હતું કે ‘દિલ્હીમાં બધી પ્રોસિજર પૂરી થતાં વાર લાગશે. અમને એ વળતર મળતાં હજી એક મહિનો લાગે એવી શક્યતા છે, પરંતુ એનાથી લાઇફટાઇમ પરિવાર ચલાવવો અશક્ય છે અને સુનીલનાં બાળકો માટે આટલી રકમથી સેફ ભવિષ્ય નથી. મુંબઈમાં બ્લાસ્ટ અવારનવાર થતા આવ્યા છે અને આને કારણે સરકારે વિક્ટિમના પરિવારને નોકરી આપવા માટે કોઈ સ્કીમ અથવા તો પૉલિસી બનાવવી જોઈએ જેથી તેની અને તેના પરિવારની સારસંભાળ થઈ શકે. આનાથી જે પરિવાર બ્લાસ્ટના વિક્ટિમ બન્યા છે તેમને થોડી મદદ મળી રહેશે.’