26/11 અટૅકના ત્રણ વર્ષ બાદ પણ સીએસટી માટે બે જ હાઈ-ટેક મેટલ ડિટેક્ટર્સ

22 November, 2011 08:07 AM IST  | 

26/11 અટૅકના ત્રણ વર્ષ બાદ પણ સીએસટી માટે બે જ હાઈ-ટેક મેટલ ડિટેક્ટર્સ




(વિનોદ કુમાર મેનન અને શશાંક રાવ)

 


મુંબઈ, તા. ૨૨


મુંબઈ પર ૨૬/૧૧ના આતંકવાદી હુમલાની ત્રીજી વરસીને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. આ ગોઝારા હુમલાની ભયાનક યાદો હજી પણ આ શહેરના લોકોના મનમાં તાજી જ છે ત્યારે હજી પણ સેન્ટ્રલ રેલવેના આરપીએફ (રેલવે પ્રોટેક્શન ર્ફોસ)ના  હાઈ ઍન્ડ મેટલ ડિટેક્ટર મશીન બેસાડવાના કાર્યને અંજામ આપવાનો બાકી જ છે.


રામ પ્રધાન કમિટીએ આને રેલવેની ઇન્ટિગ્રેટેડ સિક્યૉરિટી સિસ્ટમ માટે મહત્વનો ભાગ ગણાવ્યો હતો. આતંકવાદી હુમલામાં સૌથી વધુ બાવન લોકો સીએસટી (છત્રપતિ શિવાજી ટર્મિનસ)માં જ માર્યા ગયા હતા. ૧૮ નવેમ્બરે સીએસટી તથા કુર્લાના લોકમાન્ય તિલક ટર્મિનસ માટે ચાર મલ્ટિ ઝોન ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર મશીન બેસાડવા આરપીએફે ટેન્ડર મગાવ્યાં હતાં. જોકે વક્રતા એ વાતની છે કે ભારે ભીડભાડવાળા સમયે આ મશીનનો ઉપયોગ કઈ રીતે કરવો એની જ સમજ પોલીસ-અધિકારીઓને નથી પડતી. આરપીએફના એક અધિકારીના જણાવ્યા અનુસાર અહીં આ મશીનની ઉપયોગિતા સમજ્યા બાદ એને અન્ય સ્ટેશન પર બેસાડવામાં આવશે. રેલવે દ્વારા લગાડવામાં આવેલા અત્યારના ડોર ફ્રેમ ધ્વનિ પ્રદૂષણ કરતા મશીનથી વિશેષ કંઈ જ નથી.


ભૂતપૂર્વ આઇપીએસ ઑફિસર તથા વકીલ વાય. પી. સિંહના જણાવ્યા મુજબ રેલવે-સ્ટેશન પર તમામ લોકોની ઝડતી લેવી અશકય છે તેમ જ છેલ્લાં ત્રણ વર્ષમાં ગુપ્ત માહિતી ભેગી કરવા માટે યંત્રણા ગોઠવવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે.


મેટલ ડિટેક્ટરની ખાસિયત મલ્ટિ ઝોન ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરની ખાસિયત એ છે કે લોકો પાસે દૈનિક વપરાશની ચીજવસ્તુઓ જેવી કે ચાવી, સિક્કો વગેરે હશે તો એનો નાનો અવાજ આવશે, જ્યારે બંદૂક જેવી વસ્તુનો મોટો અવાજ આવશે, જે એ વખતે એેની નજીક બેસેલા સુરક્ષા-કર્મચારીઓ સાંભળી શકશે. ગયા વર્ષે સેન્ટ્રલ રેલવેએ પૅસેન્જરની સુરક્ષા માટે ૩૭ કરોડ રૂપિયાના ખર્ચે મેગા ઇન્ટિગ્રેટેડ  સિક્યૉરિટી પ્લાન તૈયાર કર્યો હતો. સ્ટેશન પર બેસાડેલા સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરા વડે દરેક વ્યક્તિની હિલચાલની ખબર કન્ટ્રોલ રૂમમાં બેસનારને પડી જાય છે. આ માટે મુંબઈનાં છ મુખ્ય સ્ટેશનો પર ૭૮૪ સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક પોલીસ જવાનોને નાના ગ્રુપમાં સ્ટેશનો પર રાખવામાં આવે છે, જેઓ ૨૬/૧૧ જેવા હુમલાની પરિસ્થિતિનો જડબાતોડ જવાબ આપી શકે.

કયા સ્ટેશનો પર બેસાડવામાં આવશે?

સીએસટી, કુર્લા એલટીટી, દાદર, થાણે અને કલ્યાણ


આંકડાબાજી

બે લાખ રૂપિયા
મલ્ટિ-ઝોન ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરની કિંમત

મશીનની સંખ્યા
૩ મહિના
મશીન બેસાડવાનો સમય   
૭૦,૦૦૦ રૂપિયા
અત્યારે કાર્યરત મશીનની કિંમત
૩૭ કરોડ રૂપિયા
ઇન્ટિગ્રેટેડ સિક્યૉરિટી પ્લાનનો ખર્ચ
૭૮૪
સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરા