૧૦ નવેમ્બર સુધી સ્કૂલ અને જુનિયર કૉલેજોમાં ઑનલાઇન ક્લાસ પણ બંધ

28 October, 2021 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજથી શરૂ થયેલા દિવાળી વૅકેશન બાદ પ્રાઇમરી સ્કૂલો પણ શરૂ થવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ સાથે સંકળાયેલી પૂર્વ પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક એવી તમામ સ્કૂલો અને જુનિયર કૉલેજો ૨૮ ઑક્ટોબરથી એટલે કે આજથી ૧૦ નવેમ્બર, ૨૦૨૧ સુધી ૧૪ દિવસ દિવાળી વેકેશન સરકારે ગઈ કાલે જાહેર કર્યું હતું. આ સમય દરમ્યાન ઑનલાઇન એજ્યુકેશન પણ બંધ રહેશે, એમ શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે ગઈ કાલે ટ્‌વીટ કરીને જાહેરાત કરવાની સાથે સૌને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
દિવાળી આડે માત્ર એક અઠવાડિયું રહ્યું છે ત્યારે આપણા આ સૌથી મોટા તહેવારની રજાઓ બાબતે સરકાર દ્વારા કોઈ જાહેરાત ન કરાઈ હોવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ વખતે દિવાળીમાં વેકેશન રહેશે કે નહીં અથવા રહેશે તો કેટલા દિવસનું હશે એની અવઢવમાં હતા.
આવી સ્થિતિ વચ્ચે રાજ્યનાં શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે સ્કૂલોમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી હતી. દિવાળી બાદ કોરોના સંપૂર્ણપણે કાબૂમાં આવશે તો પ્રાથમિક ધોરણો પણ ફિઝિકલ ક્લાસમાં ચાલુ કરવાની શક્યતા વિશે વિચારણા કરવામાં આવશે.

Mumbai mumbai news