શુક્રવારે બર્થ ડેનો માહોલ ને શનિવારે મોતનું માતમ

23 January, 2022 10:20 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કમલા બિલ્ડિંગની આગમાં જીવ ગુમાવનાર ગુજરાતી મિસ્ત્રી પરિવારની દીકરી મૌસમીનો ગઈ કાલે બર્થ-ડે હતો

જાએં તો જાએં કહાં... તાડદેવના કમલા બિલ્ડિંગમાં લાગેલી આગ પછી પહેરેલે કપડે નીચે ઊતરી ગયેલા ત્યાંના રહેવાસીઓને મોડી સાંજ સુધી તો તેમના ઘરે પાછા જવા નહોતું મળ્યું. (તસવીર : બિપિન કોકાટે)

તાડદેવના કમલા બિલ્ડિંગની આગમાં અન્ય એક ગુજરાતી પરિવાર પણ ભરખાઈ ગયો હતો. ૧૯મા માળે આવેલા ફ્લૅટ-નંબર ૧૯૦૩માં સ્વ. સુબોધ મિસ્ત્રીનો પરિવાર રહેતો હતો. એ ફ્લૅટમાં તેમનાં પત્ની મીનાબહેન, દીકરી મૌસમી અને દીકરો હિતેશ રહેતાં હતાં. હજી શુક્રવાર, ૨૦ જાન્યુઆરીએ મૌસમીનો બર્થ-ડે હતો એટલે એ લોકો મૂડમાં હતા. શુક્રવારે ઘરમાં ખુશીનો માહોલ હતો અને શનિવારે સવારે માતમ છવાઈ ગયો હતો.  ૧૦ ફેબ્રુઆરીએ હિતેશનો બર્થ-ડે હતો. મૌસમી ટ્યુશન કરતી હતી, જ્યારે હિતેશ મીડિયામાં સિનેમેટોગ્રાફર હતો અને ફ્રીલાન્સ કામ કરતો હતો. તેમનાં મમ્મી મીનાબહેનનો મૃતદેહ કસ્તુરબા હૉસ્પિટલમાં આઇડેન્ટિફાય થયો હતો.

મૌસમી મિસ્ત્રીનો શુક્રવારે બર્થ-ડે હતો ને ગઈ કાલે... કમલા બિલ્ડિંગની આગમાં ગુજરાતી મિસ્ત્રી પરિવારનાં ભાઈ-બહેન હિતેશ અને મૌસમી તથા તેમનાં મમ્મી મીનાબહેનનાં થયાં મોત

તાડદેવના કમલા બિલ્ડિંગની આગમાં અન્ય એક ગુજરાતી પરિવાર પણ ભરખાઈ ગયો હતો. ૧૯મા માળે આવેલા ફ્લૅટ-નંબર ૧૯૦૩માં સ્વ. સુબોધ મિસ્ત્રીનો પરિવાર રહેતો હતો. સુબોધ મિસ્ત્રી જાણીતા આર્કિટેક્ટ હતા અને થોડાં વર્ષ પહેલાં તેમનું અવસાન થયું હતું. એ ફ્લૅટમાં તેમનાં પત્ની મીનાબહેન, દીકરી મૌસમી અને દીકરો હિતેશ રહેતાં હતાં. 
નાયર હૉસ્પિટલમાં ભેગા થયેલા બિલ્ડિંગના રહેવાસીઓના કહેવા મુજબ મૌસમી અંદાજે ૪૫ વર્ષની હતી અને હિતેશ તેનાથી ત્રણેક વર્ષ નાનો હતો. વર્ષોથી તેમનો પરિવાર ત્યાં રહેતો હતો. બન્ને ભાઈ-બહેન અપરિણીત હતાં અને માતા સાથે જ રહેતાં હતાં. આગલા જ દિવસે એટલે કે શુક્રવાર, ૨૦ જાન્યુઆરીએ મૌસમીનો બર્થ-ડે હતો એટલે એ લોકો મૂડમાં હતા. ૧૦ ફેબ્રુઆરીએ હિતેશનો બર્થ-ડે હતો. શુક્રવારે ઘરમાં ખુશીનો માહોલ હતો અને શનિવારે સવારે માતમ છવાઈ ગયો હતો. મૌસમી ટ્યુશન કરતી હતી, જ્યારે હિતેશ મીડિયામાં સિનેમેટોગ્રાફર હતો અને ફ્રીલાન્સ કામ કરતો હતો. તેમનાં મમ્મી મીનાબહેનનો મૃતદેહ કસ્તુરબા હૉસ્પિટલમાં આઇડેન્ટિફાય થયો હતો. 

mumbai mumbai news tardeo bakulesh trivedi