મધ્ય રેલવેમાં બનેલા બે વિચિત્ર અકસ્માતમાં એકનું મૃત્યુ, બે ઈજાગ્રસ્ત

28 January, 2021 10:43 AM IST  |  Mumbai | Rajendra B. Aklekar

મધ્ય રેલવેમાં બનેલા બે વિચિત્ર અકસ્માતમાં એકનું મૃત્યુ, બે ઈજાગ્રસ્ત

ફાઇલ ફોટો

મધ્ય રેલવેમાં ગઈ કાલે વહેલી સવારે અંબરનાથ અને બદલાપુર સ્ટેશન વચ્ચે ટ્રેક રિલેઇંગ ગેન્ટ્રી નિષ્ફળ જતાં ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી, જેને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. બીજી ઘટનામાં ટ્રેક પર જમા થયેલા કચરાને ખસેડવા કરવામાં આવી રહેલું ખોદકામ અટકી જતાં બપોરે ઠાકુર્લી નજીક રેલવે લાઇન બ્લૉક થઈ ગઈ હતી. 

પ્રથમ ઘટનામાં અંબરનાથ અને બદલાપુર સ્ટેશનની વચ્ચે રાત્રે ૨.૦૫ વાગ્યાથી વહેલી સવારે ૫.૧૦ વાગ્યાના સમયગાળામાં મેઇન્ટેનન્સ કામ ચાલી રહ્યું હતું આ સમયે ટ્રેક રિલેઇંગ ટ્રેનની ગેન્ટ્રી પાટા પરથી ઊતરી જતાં એન્જિન અને ટ્રેક મશીન વચ્ચે એક કામદાર ફસાઈ જતાં તેનું મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતાં જ ઑક્સિલરી રિલીફ ટ્રેન અને મેડિકલ વૅન ઉપરાંત વિવિધ ઉચ્ચસ્તરીય અધિકારીઓ અને સ્ટાફના લોકો ઘટના સ્થળે ધસી ગયાં હતાં. આ અકસ્માતમાં કૉન્ટ્રૅક્ટ પરના બે કામદારો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે કે એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
બીજી ઘટનામાં ઠાકુર્લી અને કલ્યાણ વચ્ચે કલ્યાણ જતી સ્લો ટ્રેક પર કચરા અને કાદવ સાફ કરવાનું કામ ચાલી રહ્યું હતું, જેને કારણે આ લાઇનને બંધ કરવાની ફરજ પડતાં ટ્રેનોને ડાઈવર્ટ કરવી પડી હતી.

mumbai mumbai news