બાવન કરોડની જીએસટી છેતરપિંડી બદલ એકની ધરપકડ

24 October, 2020 11:32 AM IST  |  Mumbai | Agencies

બાવન કરોડની જીએસટી છેતરપિંડી બદલ એકની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

ડિરેક્ટરેટ જનરલ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સના પુણે એકમે વિવિધ ફર્મ થકી બોગસ ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી) ક્લેઇમ કેસમાં સરકાર સાથે ૫૨.૧૯ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
વિવિધ બોગસ ફર્મના કન્ટ્રોલર અને ઓપરેટર શખસે ચીજવસ્તુઓ કે સેવાઓની વાસ્તવિક રસીદો કે સપ્લાય વિના ઇનવોઇસ જારી કરીને બનાવટી ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી)નો ઉપયોગ કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી તુષાર મુનોતે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ફર્મ્સ સ્થિત હોવાનું દર્શાવ્યું હતું.
ડિરેક્ટરેડના પુણે ઝોનલ યુનિટ દ્વારા જારી કરાયેલી યાદી અનુસાર આ ફર્મ્સે ચીજવસ્તુઓ કે સેવાઓની સપ્લાયની રસીદો વિના બનાવટી ઇનવોઇસના આધારે બનાવટી ઇનપુટ ટૅક્સ ક્રેડિટ પ્રાપ્ત કરીને તેનો ઉપયોગ કર્યો હતો અને આ રીતે ૨૬૫.૬૦ કરોડ રૂપિયાના કરપાત્ર મૂલ્ય પર સરકારી ટૅક્સચેકર સાથે છેતરપિંડી આચરી હોવાની શંકા છે.
યાદીમાં જણાવ્યા પ્રમાણે આ રેકેટમાં સંડોવાયેલી અન્ય ફર્મ્સને ટ્રેસ કરવાના પ્રયાસ હાથ ધરાયા છે.
ઉપલબ્ધ સઘન દસ્તાવેજી પુરાવા અને ઘણી વ્યક્તિઓના નિવેદનોના આધારે મુનોત આ સમગ્ર કાવતરાં પાછળનો માસ્ટરમાઇન્ડ હોવાનું જણાયું છે, તેમ યાદીમાં જણાવાયું નથી.
બુધવારે આરોપી મુનોતની ધરપકડ કરીને સ્થાનિક કોર્ટ દ્વારા તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

mumbai news mumbai goods and services tax