વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ફરી થયો ચક્કાજામ, ટ્વિટર પર ફૂટ્યો નેટિઝન્સનો ગુસ્સો

10 August, 2022 12:36 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

આજે 10 ઑગસ્ટે ફરી આ જ રીતે અસામાન્ય ટ્રાફિકનો સામનો કરતા મુંબઈકર્સે પોતાનો ગુસ્સો ટ્વિટર પર ઠાલવતા મુંબઈ પૉલિસ તેમજ બીએમસીને ટેગ કર્યા છે.

ફાઈલ તસવીર

મુંબઈ અને મુંબઈના ટ્રાફિકથી તો લગભગ બધા જ વાકેફ છે અને એટલે જ લોકો પોતાના દફતરે પહોંચવાના સમય પ્રમાણે ટ્રાફિકનો સમય પણ ગણતરી કરીને નીકળતા હોય છે. પણ સામાન્ય ટ્રાફિક જામ કરતા પણ જ્યારે વધારે જામ મળે ત્યારે નેટિઝેન્સ ગુસ્સે થાય છે. આજે 10 ઑગસ્ટે ફરી આ જ રીતે અસામાન્ય ટ્રાફિકનો સામનો કરતા મુંબઈકર્સે પોતાનો ગુસ્સો ટ્વિટર પર ઠાલવતા મુંબઈ પૉલિસ તેમજ બીએમસીને ટેગ કર્યા છે. આ ટ્રાફિક જામ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર થયો હોવાથી મોટાભાગના ઑફિસ જતાં લોકો ફસાયા છે.

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની બન્ને તરફ ટ્રાફિક જામ થયો છે. મિડ-ડેના રિપૉર્ટર આશીષ રાણેએ આ ટ્રાફિક જામનો વીડિયો લીધો છે. સવારે લગભગ 9.30 - 10 વાગ્યાથી આ જામ કાંદિવલીથી શરૂ થયો છે અને હજી પણ સ્લૉ-મૂવિંગ છે. 

મુંબઈ ટ્રાફિક પોલીસે પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામ થયો છે. આની સાથે મુંબઈ ટ્રાફિક પોલીસે કારણ આપ્યું છે કે વાકો બ્રિજથી મિલન સબવે પર રસ્તા ખરાબ હોવાને કારણે ટ્રાફિક જામ થયો છે. 


નોંધનીય છે કે આ પહેલા 4 ઑગસ્ટે પણ વેસ્ટર્ન એક્સપ્રેસ પર આવો જ ટ્રાફિક જામ થયો હતો. જો કે, તે ટ્રાફિક જામનું કારણ વીવીઆઇપી મૂવમેન્ટ હતું. પરંતુ આજે થયેલ ટ્રાફિક જામનું કારણ હજી સામે આવ્યું નથી. 

Mumbai mumbai news western express highway