PMC Scam: પત્નીને ઇડીની નોટિસ પછી સંજય રાઉતે કહ્યું આ છે કાયરતા...

28 December, 2020 04:26 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

PMC Scam: પત્નીને ઇડીની નોટિસ પછી સંજય રાઉતે કહ્યું આ છે કાયરતા...

તસવીર સૌજન્ય જાગરણ

પીએમસી ઘોટાળામાં પત્ની વર્ષાને ઇડીની નોટિસ મળવા પર શિવસેના સાંસદ સંજય રાઉતે સોમવારના કહ્યું કે છેલ્લા એક વર્ષમાં શરદ પવાર, એકનાથ ખડસે અને પ્રતાપ સરનાઇકને નોટિસ મળી અને હવે તમે મારા નામ પર ચર્ચા કરી રહ્યા છો. આ બધા લોકો મહારાષ્ટ્રમાં સરકારના ગઠન માટે મહત્વપૂર્ણ છે. આ કાગળના ટુકડા છે બીજું કંઇ નથી. તેમના પ્રમાણે, ઘરની મહિલાઓને નિશાનો બનાવવું કાયરતાનું કામ છે. અમે કોઇથી ડરતા નથી અને તે રીતે જ પ્રતિક્રિયા આપશે. ઇડીને કેટલાક કાગળની જરૂરીયાત હતી અને અમે તેમને સમયસર આપી દીધા છે. સંજય રાઉતે કહ્યું કે આ બધું રાજકારણથી પ્રેરિત છે, 10 વર્ષ જૂનું એક કેસ ઇડીએ કાઢ્યું છે, અમે મિડલ ક્લાસ લોકો છીએ.

સંજય રાઉતે કહ્યું કે મારી પત્ની એક શિક્ષિકા છે તેણે પોતાના મિત્ર પાસેથી 10 વર્ષ પહેલા 50 લાખનું ઋણ લીધું હતું, આમાં ઇડી અને ભાજપને શું તકલીફ છે? આ દેશમાં ભાજપમાં એવા મોટા મોટા સૂરમા બેઠા છે, જો હું તેમના પરિવાર સુધી પહોંચ્યો તો તમારે દેશ છોડીને ભાગવું પડશે. મારી પાસે એક વર્ષથી ભાજપના પરિવારમાંથી કેટલાક લોકો આવી રહ્યા છે, જે વારંવાર મને એ કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ સરકાર અમે કોઇપણ સ્થિતિમાં પાડી નાખવાના છીએ, અમારી પાસે કેન્દ્રની સત્તા છે, ઇડી, સીબીઆઇ અને ઇનકમ ટેક્સ છે.

પીએમસી બેન્ક ઘોટાળાના તાર શિવસેના પ્રમુખ નેતા સાંસદ સંજય રાઉતના ઘર સાથે જોડાઇ ગયા છે. ઇડીએ આ મામલે સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને પૂછપરછ માટે સમન પાઠવ્યા છે. ઇડીના એક વરિષ્ઠ અધિકારી પ્રમાણે વર્ષા રાઉતને બે વાર પહેલા પર સમન પાઠવવામાં આવી ચૂક્યા છે, પણ સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે તે પૂછપરછ માટે આવ્યાં નહોતાં. ઇડીએ નવેસરથી મંગળવારે વર્ષા રાઉતને મુંબઇમાં ઇડી અધિકારી સામે પૂછપરછ માટે હાજર થવા કહ્યું. ઇડીના વરિષ્ઠ અધિકારી પ્રમાણે પીએમસી ઘોટાળાના આરોપી સાથે વર્ષા રાઉતના લેવડ-દેવડના પુરાવા મળ્યા છે. શરૂઆતની તપાસમાં ઘોટાળાના આરોપી પ્રવીણ રાઉતની પત્ની સાથે 50 લાખ રૂપિયાની લેવડ-દેવડના પુરાવા મળ્યા છે. આ રકમ હજી વધારે પણ હોઇ શકે છે.

તેમણે કહ્યું કે પીએમસી બેન્ક ઘોટાળાની રકમ વિભિન્ન કંપનીઓ વચ્ચે કેટલાય સ્તરોમાં વહેંચવામાં આવી છે. આ કંપનીએની બધી લેવડ-દેવડની સાથે-સાથે તેમના પ્રમોટર, નિદેશક અને મૂળ લાભાર્થીની શોધ થઇ રહી છે. વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ ઘોટાળા સાથે જોડાયેલી બધી લેવડ-દેવડની તપાસ કરવામાં આવી રહી છે અને આ બાબતે વર્ષા રાઉતને પણ સમન મોકલવામાં આવ્યા છે. ઇડી હાઉસિંગ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના નિદેશક રાકેશ વધાવન અને સારંગ વધાવન સહિત કેટલાય હાય પ્રૉફાઇલ લોકો વિરુદ્ધ ષડયંત્ર હેઠળ બેન્કના 4355 કરોડની તપાસ થઈ રહી છે. મની લૉન્ડ્રિંગ અટકાવનાના કાયદા હેઠળ ઇડી આ રકમની શોધ કરીને તેને જપ્ત પણ કરી રહી છે. વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ મામલે આરોપઓની હજારો કરોડની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે.

mumbai mumbai news sanjay raut