અમિત શાહના દાવા પર રાઉત બોલ્યા કે શિવસેના ક્યારેય હિન્દુત્વ નહીં છોડી શકે

20 December, 2021 06:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હિંદુત્વ સાથે સમાધાન કરી મુખ્યપ્રધાન બનવા વાળા નિવેદન પર શિવસેના સાંસદ સંજય રાઉતે પલટવાર કર્યો છે.

સંજય રાઉત (ફાઈલ ફોટો)

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હિંદુત્વ સાથે સમાધાન કરી મુખ્યપ્રધાન બનવા વાળા નિવેદન પર શિવસેના સાંસદ સંજય રાઉતે પલટવાર કર્યો છે. સંજય રાઉતે અમિત શાહ પર સવાર ઉભા કરતાં કહ્યું કે શિવસેના ક્યારેય હિન્દુત્વ છોડી શકશે નહીં.દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે ભાજપે જ 2014માં સત્તામાં મોટી ભાગીદારી માટે શિવસેનાને છોડી દીધી હતી. શિવસેનાના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે તેમની પાર્ટી ક્યારેય હિન્દુત્વને છોડશે નહીં.

18 એપ્રિલે તેમની પુના મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે તેમણે અને PM મોદીએ સ્પષ્ટ કર્યું છે કે ફડણવીસ 2019ની ચૂંટણી પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનશે. ઠાકરે અને શિવસેના પર પ્રહાર કરતાં અમિત શાહે કહ્યું હતું કે, "તમે મુખ્યમંત્રી બનવા માંગતા હોવાથી, તમે ભાજપ સાથે દગો કર્યો અને સત્તા માટે હિન્દુત્વ સાથે સમાધાન કરીને મુખ્યમંત્રી બન્યા."

નોંધનીય છે કે 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ શિવસેનાએ મુખ્યમંત્રી પદને લઈને મતભેદો બાદ ભાજપથી અલગ થઈને રાજ્યમાં સરકાર બનાવવા માટે એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનની આ સરકારનું નામ મહા વિકાસ આઘાડી રાખવામાં આવ્યું હતું. હાલ મહારાષ્ટ્રમાં બે વર્ષથી ગઠબંધન સરકાર ચાલી રહી છે.

mumbai news mumbai shiv sena sanjay raut