Omicron:મુસાફરોએ દિવસમાં પાંચ વખત BMCને સ્વાસ્થ્ય અંગે જાણ કરવી પડશે, જાણો નવા નિયમો

04 December, 2021 01:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓમિક્રોનને પગલે બહાર પાડેલી ગાઈડલાઈન્સમાં બીએમસીએ થોડા ફેરફાર કર્યા છે. જાણો અહીં તમામ નિયમો.

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન(Omicron)ને કારણે વિશ્વમાં ફરી હાહાકાર મચ્યો છે. તમામ દેશો અગમચેતીના ભાગરૂપે પગલા લઈ રહ્યાં છે. દેશમાં દરેક રાજ્યો પણ અન્ય દેશોમાંથી પરત ફરતાં મુસાફરો માટે પ્રતિબંધો લગાવી રહ્યાં છે. મહારાષ્ટ્ર (Maharashtra)સરકારે પણ અનેર નિયમો અમલમાં મુક્યા છે. આ ઉપરાંત બીએમસીએ આજે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. 

 

 

 

 

 

મહારાષ્ટ્રમાં સુધારેલા ઓર્ડર મુજબ સ્થાનિક હવાઈ મુસાફરી માટે મુસાફરોએ બોર્ડિંગ/આગમન પહેલાં 72 કલાકની અંદર (48 કલાકને બદલે) કરવામાં આવેલ નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ ફરજિયાતપણે સાથે રાખવો પડશે. અન્ય રાજ્યોમાંથી મુસાફરો (રસીકરણ કરાવ્યું છે કે નહીં) માટે આગમનના 48 કલાકની અંદર નેગેટિવ RT-PCR ટેસ્ટનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation Omicron Variant coronavirus