09 October, 2025 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઓલા, ઉબર, રૅપિડો ટૅક્સી અને રિક્ષાઓ આજે સર્વિસ નહીં આપે. ગુરુવારે ભારતીય ગિગ કામગાર મંચ દ્વારા ઍપ-બેઝ્ડ ટૅક્સી અને રિક્ષાવાળાઓએ હડતાળ જાહેર કરી છે. ઍપમાં ભાડાની રકમમાં ફેરફાર અને રાજ્યમાં બાઇક-ટૅક્સી પર પ્રતિબંધ જેવી માગણીઓ સાથે ઓલા અને ઉબરની આજે હડતાળ રહેશે. ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત દેશના ફાઇનૅન્સ ક્ષેત્રના નિષ્ણાતો મુંબઈમાં કૉન્ફરન્સ માટે હાજર હશે ત્યારે એક દિવસની હડતાળ પાડીને લાંબા સમયથી આ યુનિયને રજૂ કરેલી માગણીઓ તરફ નેતાઓનું ધ્યાન ખેંચવામાં આવશે. જોકે ઇન્ડિયન ફેડરેશન ઑફ ઍપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયનના ડ્રાઇવરો આ હડતાળમાં ભાગ નહીં લે.