મુંબઈ : રાઇડ કર્યા વિના જ ઓલાએ પકડાવ્યું રૂ. ૧૪૯ કરોડનું બિલ

06 April, 2017 03:46 AM IST  | 

મુંબઈ : રાઇડ કર્યા વિના જ ઓલાએ પકડાવ્યું રૂ. ૧૪૯ કરોડનું બિલ

બસો, પાંચસો કે ઈવન હજાર; રાઇટ? પરંતુ આપણા મુંબઈમાં જ સુનીલ નરસિયન નામના ભાઈએ પહેલી એપ્રિલે માત્ર ૩૦૦ મીટરના અંતરે જવા માટે ઓલા ટૅક્સી બુક કરી તો રિસ્પૉન્સમાં તેમને જે બિલ મળ્યું એ જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ. સુનીલે ટૅક્સી બુક કરીને કોઈ કારણોસર ટ્રિપ જ કૅન્સલ કરી નાખેલી. મતલબ કે તેમણે સવારી જ નહોતી કરી. તેમ છતાં ઓલાએ તેમને બિલ પકડાવ્યું પૂરા ૧૪૯ કરોડ રૂપિયાનું. સુનીલને લાગ્યું કે આ કોઈ એપ્રિલ ફૂલની મજાક હશે, કેમ કે આટલું મોટું બિલ શક્ય જ નથી. આખરે સુનીલે આ બિલનો સ્ક્રીનશૉટ ટ્વિટર પર મૂક્યો ત્યારે કંપનીએ માત્ર એટલો જ જવાબ આપ્યો કે તમારું મેસેજ ID મોકલો, અમે તપાસ કરીશું. આખરે બે કલાક બાદ ટેક્નિકલ ગરબડને કારણે આવો લોચો થયાનું કહીને કંપનીએ સુનીલને ૧૨૭ રૂપિયાનું બિલ મોકલ્યું. એ પણ એ રાઇડ માટે કે જે સુનીલે લીધી જ નહોતી અને ટૅક્સી પણ તેની પાસે આવી જ નહોતી. આ સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યો છે.