BMC હેડક્વાર્ટરમાં તમામ રાજકીય પક્ષોની ઑફિસો સીલ, જાણો વિગત

29 December, 2022 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BMCના મુખ્યાલયમાં બનેલી ઝડપની ઘટના બાદ BMCએ મુંબઈ પોલીસની સૂચના પર આ પગલું ભરવામાં આવ્યું છે

ફાઇલ તસવીર

બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ શિવસેના (Shiv Sena)ના બંને જૂથો વચ્ચે થયેલી બાદ બૃહન્મુંબઈ મહાનગર પાલિકના મુખ્યાલયમાં તમામ રાજકીય પક્ષોની ઑફિસોને સીલ કરી દીધી છે. મહાનગર પાલિકાના આયુક્ત ઈકબાલ સિંહ ચહલે, જેઓ BMCના એડમિનિસ્ટ્રેટર પણ છે. તેમણે ગુરુવારે આ ઘટના વિશે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે લાંબી વાતચીત કરી હતી.

તેમણે કહ્યું કે બુધવારે BMCના મુખ્યાલયમાં બનેલી ઝડપની ઘટના બાદ BMCએ મુંબઈ પોલીસ (Mumbai Police)ની સૂચના પર આ પગલું ભરવામાં આવ્યું છે, જેના હેઠળ ગ્રાઉન્ડ ફ્લોર પર તમામ મોટા રાજકીય પક્ષોની ઑફિસને સીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde)ના નેતૃત્વમાં બંને જૂથો બુધવારે સાંજે દક્ષિણ મુંબઈમાં BMCના મુખ્યાલયમાં સામસામે આવી ગયા હતા. પોલીસે દરમિયાનગીરી ન કરી ત્યાં સુધી પરિસરમાં એક કલાક સુધી તંગદિલી સર્જાઈ હતી.

આ પક્ષોની ઑફિસો સીલ

એકનાથ શિંદેની આગેવાની હેઠળના બાલાસાહેબચી શિવસેનાના પ્રવક્તા શીતલ મ્હાત્રેએ જણાવ્યું હતું કે “વહીવટીતંત્રે બૃહન્મુંબઈ મહાનગર પાલિકાન મુખ્યાલયમાં શિવસેના, કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના કાર્યાલયોને સીલ કરી દીધા છે.” એક રાજકીય કાર્યકર્તાએ જણાવ્યું કે જ્યારે તેઓ ગુરુવારે સવારે ઑફિસ પહોંચ્યા તો તેમને BMC હેડક્વાર્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર તેમની પાર્ટીની ઑફિસ સીલ કરેલી જોવા મળી હતી.

BMC ઑફિસમાં શિવસેનાના બે જૂથો વચ્ચે અથડામણ

ઉલ્લેખનીય છે કે બુધવારે શિવસેનાના બંને જૂથો દક્ષિણ મુંબઈમાં બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)ના મુખ્યાલયમાં સ્થિત પાર્ટી કાર્યાલયમાં આમને-સામને આવી ગયા હતા. મુખ્યપ્રધાન એકનાથ શિંદેના સમર્થકો અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો હતો, પરંતુ મુખ્યાલય પરિસરમાં ભારે હોબાળો મચી ગયો હતો.

વિધાન ભવન અને સંસદ ભવનનાં કાર્યાલયોમાં પણ બંને જૂથો વચ્ચે વિવાદ

અગાઉ મુંબઈ અને નાગપુર વિધાનભવનમાં શિવસેનાના કાર્યાલય પર કબજો કરવાને લઈને શિંદે અને ઠાકરે જૂથ વચ્ચે લડાઈ થઈ ચૂકી છે. નવી દિલ્હી સ્થિત સંસદ ભવનમાં પણ શિવસેનાના કાર્યાલય પર કબજો કરવાને લઈને બંને પક્ષના સાંસદો વચ્ચે વિવાદ શરૂ થયો છે. હવે BMCમાં શિવસેનાની ઑફિસ પર કબજો કરવાને લઈને બે જૂથો વચ્ચે મોટો હોબાળો થયો છે.
Offices of all political parties sealed in BMC headquarters after face off between Eknath Shinde, Udhhav Thackeray led Shiv Sena groups

mumbai mumbai news eknath shinde uddhav thackeray brihanmumbai municipal corporation shiv sena