મુંબઈના ભારે વરસાદમાં આ ઝાડે મચાવી દીધુ તાંડવ, જુઓ ખતરનાક વીડિયો

08 August, 2020 04:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈના ભારે વરસાદમાં આ ઝાડે મચાવી દીધુ તાંડવ, જુઓ ખતરનાક વીડિયો

હવામાં લહેરાતું નાળીયેરનું ઝાડ

મુંબઈમાં સોમવાર સાંજથી મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદની સાથે જ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો. ઠંડા પવનના કારણે બુધવારે મુંબઈમાં રહેતા લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું અને લોકોને ઘણી ગંભીર પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના લીધે લોકલ ટ્રેન, બસ સર્વિસ અને ઑફિસ પણ બંધ રહી હતી અને લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને ઘરની અંદર રહેવાનની સૂચના આપી હતી અને ફક્ત જરૂરી કામ માટે બહાર જવાની અપીલ કરી હતી. મુંબઈ વરસાદના ઘણા આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સતત વરસી રહેલા મેઘરાજાએ લોકોનું ઘણું નુકસાન કર્યું અને સોશિયલ મીડિયા પર પણ ઘણી અપડેટ્સ આવી રહી હતી. આ બધાની વચ્ચે બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ મુંબઈના વરસાદનો એક હ્રદયસ્પર્શી વીડિયો શૅર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભારે વરસાદ અને જોરદાર પવનને લીધે અહીં એક નાળીયેરનું ઝાડ લહેરાતું દેખાઈ રહ્યું છે.

આનંદ મહિન્દ્રાએ વીડિયો શૅર કરતા કેપ્શનમાં લખ્યું, 'ગઈકાલે મુંબઈ વરસાદના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ તેમાંથી આ સૌથી જોખમી છે. આપણને નક્કી કરવાનું રહેશે કે આ નાળીયેરનું ઝાડ ખુશીથી તાંડવ કરી રહ્યું છે કે વાવાઝોડાનો આનંદ માણી રહ્યો છે. અથવા પ્રકૃતિ ગુસ્સાથી નૃત્ય કરી રહી છે.

પવનની ગતિ એટલી વધારે હતી કે જેએનપીટીમાં ભારે ક્રેન પણ પલટી થઈ ગયું હતું. એ જ રીતે, બોમ્બે સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગનું BSE લખેલું બોર્ડ ભારે તૂટી ગયું હતું. મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી થોડા કલાકોમાં વધુ વરસાદની ચેતવણી આપી હતી. હાલ બે દિવસથી વરસાદે થોડો વિશ્રામ લીધો છે.

mumbai mumbai news mumbai rains mumbai monsoon anand mahindra