મુંબઇની લોકલ ટ્રેનમાં પણ થઈ શકે છે ઑડ-ઇવન

12 September, 2020 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇની લોકલ ટ્રેનમાં પણ થઈ શકે છે ઑડ-ઇવન

મુંબઇ લોકલ ટ્રેન (ફાઇલ ફોટો)

દિલ્હીમાં ઑડ-ઇવન (Odd-Even) રસ્તા પર ઘણાં વર્ષોથી રસ્તા પર ચાલી રહ્યું છે. મુંબઇ (Mumbai)માં પણ આગામી સમયમાં કદાચ એ જ વલણ જોવા મળી શકે છે, રસ્તા પર નહીં, લોકલ (Local Train) ટ્રેનોમાં. એક ન્યૂઝ એજન્સએ પોતાના સૂત્રોને આ માહિતી આપી છે. જો કોરોના પર કન્ટ્રોલ નહીં થાય, તો લોકલ ટ્રેનના પ્રવાસીઓને ઑડ ઇવનની તરીકે પાસ બનાવવામાં આવશે.

આ સૂત્રો પ્રમાણે, મુંબઇમાં લોકલ પ્રવાસીઓને T1 અને T2 નામથી રેલવે પાસ આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેથી T1 રેલવે પાસ મળશે, તે 1, 3, 5, 7 આ જેવી ઑડ તારીખો પર ફક્ત લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે, જ્યારે જેમને T2નામથી રેલવે પાસ આપવામાં આવશે, તેવા પ્રવાસીઓ 2, 4, 6, 8 એવી ઇવન તારીખ પર પ્રવાસ કરી શકશે. હકીકતે, બૉમ્બે હાઇકૉર્ટે મહારાષ્ટ્ર સરકારને ગુરુવારે 10 સપ્ટેમ્બરના કહ્યું હતું કે હવે જ્યારે કોરોના વાયરસ સાથે જ જીવવાનું છે, તો સરકારે એ જણાવવવું જોઇએ કે કોરોના પ્રકોપને ધ્યાનમાં રાખીને લોકલ ટ્રેનની સેવા આખરે ક્યાર સુધી બંધ રાખવામાં આવશે.

T1 અને T2 નામે પ્રવાસીઓને રેલવે પાસ આપવા અંગે કરવામાં આવે છે વિચાર
ત્યાર પછી સૂત્રોનો દાવો છે કે T1 અને T2 નામે પ્રવાસીઓને રેલવે પાસ આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેથી મુંબઇ લોકલ ટ્રેનોમાં સામાન્ય લોકો પણ ફરીથી પ્રવાસ કરી શખે અને ભીડને પણ માર્ચના લૉકડાઉન પહેલાની તુલના 50 ટકા ઘટાડવાનો પ્રયત્ન કરી શકાય. હજી એ માહિતી નથી મળી કે રોજે ટિકિટ લઈને પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે શું વિકલ્પ રાખી શકાય તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

mumbai mumbai news mumbai local train